સ્ટુડન્ટ ઓફ ધ યર ૩ વેબ-સિરીઝમાં શનાયા કપૂર ડબલ રોલ કરશે

મુંબઈ, ‘આંખો કી ગુસ્તાખિયાં’થી અભિનયની શરૂઆત કરનાર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફ્રેન્ચાઇઝના આગામી ચેપ્ટરમાં કેન્દ્ર સ્થાને રહેવાની છે. તાજેતરના અહેવાલો મુજબ, શનાયા ત્રીજા ભાગમાં લીડ રોલ કરશે, જે થિયેટર રિલીઝ ફિલ્મને બદલે વેબ-સિરીઝ તરીકે તૈયાર થશે, જે ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સિરીઝ ઐતિહાસિક રીતે યુવા પ્રતિભા માટે લોન્ચપેડ રહી છે. પ્રથમ ભાગથી વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હાત્રા અને આલિયા ભટ્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, જ્યારે બીજી ફિલ્મથી અનન્યા પાંડે અને તારા સુતારિયા ચર્ચામાં આવ્યાં, જેમાં ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતો.
આગામી વેબ-સિરીઝનો હેતુ નવી કલાકારોને લોંચ કરવાનો સિલસિલો ચાલુ રાખવાનો છે, જેમાં શનાયા હવે મોખરે છે.રસપ્રદ વાત એ છે કે, અહેવાલો સૂચવે છે કે શનાયા આ સિરીઝમાં ડબલ રોલ ભજવશે, જે સ્ટોરીને વધુ રસપ્રદ અને મજાની બનાવશે. આ પાત્ર સ્ટોરીને એક નવો વળાંક આપશે તેવી અપેક્ષા છે, જ્યારે શનાયા તેની અભિનય ક્ષમતા પણ બતાવી શકશે અને તેના માટે ડબલ રોલ કરવો એક પડકાર પણ રહેશે.
આ સિરીઝ શનાયા કપૂર માટે વ્યક્તિગત રીતે પણ મહત્વની છે, કારણ કે ધર્મા એન્ટરટેઈનમેન્ટે તેમની રિલીઝ યોજનાઓમાં ફેરફાર કર્યા તે પહેલાં તે મૂળ રીતે તે આ સિરીઝથી લોંચ થવાની હતી. આ ફ્રેન્ચાઇઝી સાથેનું તેનું જોડાણ હવે તેની કારકિર્દીમાં એક મહત્વનો પડાવ બની રહેશે, જે તેને ગ્લેમર અને ઊંડાણ બંનેની તક આપતી ભૂમિકા સાથે ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન મજબૂત કરવાની તક આપે છે.
આ સિરીઝની આગળની ફિલ્મની જેમ, વેબ-સિરીઝ રોમાંસ, મિત્રતા અને મહત્વાકાંક્ષાના વિષયોને એકસાથે ગૂંથશે તેવી અપેક્ષા છે, આ સિરીઝમાં પણ કલાકારોની સ્ટુડન્ટલાઇફની વાત કરવામાં આવશે, જેઓ તેમના જીવનના મહત્વના પડાવ પર છે અને જીવનના ચડાવ ઉતારનો સામનો કરે છે.
ફ્રેન્ચાઇઝના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શનાયાનું પાત્ર, ખાસ કરીને તેનો ડબલ રોલ, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ને લોકપ્રિય ફ્રેન્ચાઇઝી બનાવતી બાબતોને જાફ્રવી રાખીને આ સિરીઝમાં કઈ રીતે રીતે નવી ઉર્જા ઉમેરે છે, તે જોવાનું રસપ્રદ રહેશે.
જેમ જેમ અપેક્ષાઓ વધતી જાય છે, તેમ તેમ ઇન્ડસ્ટ્રીના સૂત્રો જણાવે છે કે વેબ-સિરીઝ ફોર્મેટ વધુ વિસ્તૃત વાર્તા બતાવી શકશે, જે દર્શકોને પાત્રોની સફરમાં વધુ ઊંડાણપૂર્વક જોડાવાની તક આપશે.SS1MS