Western Times News

Gujarati News

નડાબેટના રણમાં પાણી ભરાયા: સૂઈગામમાં આભ ફાટ્યું

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા તેનો એક દરવાજો દોઢ ફૂટ ખોલીને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

બનાસકાંઠા સહિત રાજ્યભરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટમાં પણ પાણી ભરાયા છે. સુઈગામમાં નડાબેટના રણમાં પાણી ભરાયા ગયા છે. રણમાં પાણી આવતા રણ જાણે કે દરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સરહદી વિસ્તાર સુઈગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી રણમાં પાણી ભરાયા છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુના રસ્તા પર વાહનોનો વધુ ટ્રાફિક થતાં રેફરલ ત્રણ રસ્તા પર બે સ્વીફ્ટ અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે પણ ટ્રાફિકજામ થયો હતો.

ગુજરાતમાં ચોમાસુ જાન્યું છે દરમિયાન આજે દિવસ દરમિયાન બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ 11.93 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વાવમાં 5 ઇંચ અને ભાભરમાં 4.61 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ અને કપરાડામાં 4.13 ઇંચ, વ્યારામાં 4.06 ઇંચ અને થરાદમાં 3.94 ઇંચ,વલસાડમાં 3.7 ઇંચ અને ધરમપુરમાં 3.54 ઇંચ, દેહગામમાં 3.48 ઇંચ અને ડોલવણમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો.

દરમિયાન  હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા તેનો એક દરવાજો દોઢ ફૂટ ખોલીને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી બ્રાહ્મણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને કારણે નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

સુઇગામ-ભરડવા રોડ સહિત ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. દરમિયાન પાવાગઢનું તેલીયું તળાવ ઓવરફ્લો, તળાવ ઓવરફ્લો થતા કિનારાનું ધોવાણ, માંચીના રસ્તા પર આવેલું છે તળાવ, તળાવની પાળ તૂટે તો મોટી દુર્ઘટનાની સંભાવના, માચી પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.