ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધીઃ નાગરિકો રસ્તા પર ઉતર્યા

ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયોનો ભારે વિરોધ
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આકરા નિર્ણયોના કારણે અમેરિકામાં જ વિવાદનું કારણ બન્યા છે. ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો, અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયોથી ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનકારીઓએ જણાવ્યું છે કે, પ્રમુખ ટ્રમ્પ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરી સ્થાનિક વહીવટીતંત્રને પોતાના અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેનાથી શહેરવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. પરંતુ ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમના આ પગલાંથી સામાન્ય લોકોને ફાયદો થશે, અને ગુનાનો દર ઘટશે.
બીજી તરફ દેખાવકારોએ તેમના આ આદેશને ક્રાઈમ ઈમરજન્સી જાહેર કર્યો છે. આ નિર્ણયને પાછો ખેંચવાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. ટ્રમ્પ વિરોધી સુત્રોચ્ચાર સાથે વ્હાઈટ હાઉસ સુધી વિરોધ રેલી યોજી હતી.
La derecha criolla está tan desconectada del mundo, que mientras cinco alcaldes suyos están en EEUU conspirando contra Colombia, en Washington miles de personas salen a las calles a protestar contra el nefasto gobierno de Donald Trump y ni hablar del apoyo que le siguen dando al… pic.twitter.com/g8eeayq3jT
— Mamertos 2.0🐦 (@Mamertos0) September 7, 2025
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે છેલ્લા ત્રણ મહિનામાં વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલ્સ, અને શિકાગોમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. ૧૯ જિલ્લામાં આશરે ૧૭૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. પ્રમુખ ટ્રમ્પે આ નિર્ણય પાછળનું કારણ ગુનાખોરી, ગેરકાયદે પ્રવાસીઓ અને દેખાવોમાં ઘટાડો કરવાનું કહ્યું છે. પરંતુ લોકોએ આ પગલાંને ટ્રમ્પની અંકુશ વધારવાની નીતિ ઠેરવી છે. ડેમોક્રેટિક શહેરોમાં વહીવટી તંત્રોની સહમતિ વિના ગાર્ડ તૈનાત કરવામાં આવતાં આ નિર્ણયને બંધારણની વિરૂદ્ધ ગણાવ્યો છે.
ટ્રમ્પે ઓગસ્ટ, ૨૦૨૫માં વોશિંગ્ટન ડીસીમાં આશરે ૨૦૦૦ ગાર્ડ તૈનાત કર્યા હતા. ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશ સાથે આ પગલું લેવામાં આવ્યું હતું. કારણકે, શહેરમાં હિંસક જૂથો, ગુનાખોરોના કારણે લૂંટફાટ સહિતના ગુનાનો આતંક વધ્યો છે. ટ્રમ્પે શહેરમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા તેમજ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા છે.
યુએસએના ૧૯ રાજ્યોમાં ઓગસ્ટ, ૨૦૨૫માં ૧૭૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. જેનું નેતૃત્વ રિપબ્લિકન કરી રહ્યા છે. જમાં અલાબામા, અરકાનસાસ ફ્લોરિડા, જ્યોર્જિયા, ઈડાહો, ઈન્ડિયાના, આયોવા, લુઈસિયાના, નેબ્રાસ્કા, નેવાડા, ન્યૂ મેક્સિકો, ઓહિયો, સાઉથ કેરોલિના, સાઉથ ડકોટા, ટેનેસી, ટેક્સાસ, વર્જિનિયા, વ્યોમિંગ સામેલ છે.