Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૧૦ ઈંચ, પોશીના-ધરમપુરમાં ૬ ઈંચ વરસાદ

રાધનપુરઉમરગામભચાઉલાખણીતલોદપાલનપુરમાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ

Ø  રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા : સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં ૧૦ ઈંચપોશીના,ધરમપુર તાલુકામાં ૬-૬ ઈંચ રાધનપુરઉમરગામભચાઉલાખણીતલોદ અને પાલનપુર તાલુકામાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદકડીબોટાદસંતરામપુરસતલાસણાદાંતાપડધરીવાવધાનેરાપાટણપારડીભિલોડાખેડબ્રહ્મા,  પ્રાંતિજઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

આ ઉપરાંત મહેસાણાટંકારાબાયડ સિદ્ધપુરરાપરજામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારાઝાલોદ, ખેરાલુવિસનગરબાલાસિનોરતિલકવાડામાળીયાદસક્રોઈહાલોલઝાંબુધોડાદસાડાસંખેડાદાહોદવિરમગામધોરાજીજોડીયાજોટાણાવલસાડકડાણાહળવદસૂઈગામઉંઝારાજકોટથરાદબોડેલીધ્રોલ અને વડનગર મળી કુલ ૩૮ તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય ૭૫ તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કેરાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકાપૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકાસૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.