પોળો ફોરેસ્ટમાં ફરવા આવેલા અમદાવાદના ૬ યુવકોને ફોરેસ્ટ અધિકારીએ બચાવ્યા

પોળો નદીના પ્રવાહમાં ફસાયેલા અમદાવાદના ૬ યુવકોનું રેસ્કયુ
પ્રતિનિધિ.મોડાસા, વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે વહેલા ૦૬ઃ૦૦ વાગ્યાના અરસામાં પોળોમાં ફરવા આવેલા ૬ યુવકોને હરણાવ નદીના એકાએક વધેલા પુરના પ્રવાહમાં ડૂબતા રેસ્ક્યુ કરી પોલીસ અધિકારી અને ફોરેસ્ટના ચોકીદારે બચાવી લીધા હતા.
વિજયનગર પીએસઆઇ એ.વી.જોશી રાત્રિ રોન પેટ્રોલિંગમાં હતા આર દરમિયાન વણજ ડેમમાંથી નદીમાં પુરનો પ્રવાહ વધતા આ યુવકો પાણીમાં ફસાયા હતા એ દશ્ય જોઈને સમયસુચકત વાપરીને પોલીસની જીપ ઊભી રાખી આ યુવાનોને બહાર કાઢવા સીધેસીધા જવાય આર્મ ન હતું એટલે સામેના ડુંગરના પાછળના ભાગેથી ડુંગર ચડી ફોરેસ્ટ ચોકીદાર સાથે રાખી રેસ્ક્યુ કરી આ ૬ યુવકોને પ્રવાહમાંથી સહી સલામત રીતે બહાર કાઢતા બચી ગયેલા આ યુવાનોએ પોલીસ અધિકારી જોષી અને ફોરેસ્ટના ચોકીદારનો પાડ માન્યો હતો
રવિવારની રજા હોવાથી અમદાવાદમાં ઇન્ટર્નશિપ કરતા ૬ મિત્રો આજે સવારે ૬ વાગ્યા આસપાસ અમદાવાથી અહીં પોળોમાં આવી પહોચ્યા હતા એ વખતે પાણીનો પ્રવાહ ઓછો હોવાથી પોળો માં પ્રવશ્યા હતા પરંતુ થોડાક જ સમયમાં વણજ ડેમના પાણી નદીમાં છોડવાથી વધેલા પ્રવાહનો અંદાજ રહ્યો નહીં
અને એકાએક પાણી વધતા મુઝાયેલા આ યુવાનો પુરવચ્ચે એકબીજાની મદદથી પ્રવાહનના જોર સામે બચવા પ્રયાસ કરતા હતા એ જ વખતે પીએસઆઇ એ વી જોશીની નજર પડતા સમયસૂચકતા વાપરીને ડુંગર પાછળથી ઉતરીને ત્યાં આવી એમને હિંમત આપી રેસ્ક્યુ કરી ખેંચી ખેંચી લેતા આ તમામ ૬ આશાસ્પદ યુવાનોનો બચાવ થયો હતો આજે સવારે ૧૦.૦૦ થી ૧૦.૩૦ દરમિયાન આ રેસ્ક્યુ ચાલ્યું હતું.
છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પોળો ફોરેસ્ટમાં ખાસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો હતો દરમિયાનમાં આજે આ ઘટના ઘટ્યા પછી સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે. બીજી બાજુ આ ૬ યુવકોના જીવ બચી જતા તેમના પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. આજે પણ રાજયની મોટાભાગની નદીઓ ગાડીતૂર બની ગઈ છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવા સાથે ખાલી કરાવવાની પણ કામગીરી ચાલી રહી છે.