કચ્છમાં ભારે વરસાદ : કલેક્ટરની અપીલ – “લોકો સતર્ક રહે”

પ્રતિકાત્મક
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે GSRTC ના કુલ ૧૦ રૂટ બંધ કરવામા આવ્યા
ભુજ, કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં કુલ 117 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં નોંધાયો છે, જ્યાં અત્યાર સુધીમાં 407 મી.મી. વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે મધ્યમ સિંચાઇના 9 ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય નાના-મોટા ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, જિલ્લામાં 10 રૂટ પર બસ સેવાનો પણ ભંગ કરવામાં આવ્યો છે.
હાલ જિલ્લામાં પાણી ભરાવાને કારણે કોઈ મોટી નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં, સાવચેતી રૂપે જિલ્લામાં એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
કલેક્ટરે જિલ્લા વાસીઓને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન લોકો સતર્ક રહે, તેમજ નદી, નાળા અને ડેમો પાસે ભીડ ન કરે.