રેડ સી ( Red Sea ) ની અંદર કેબલ તૂટતાં એશિયા, મધ્ય પૂર્વમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ

હુથી વિદ્રોહીઓના હુમલા કે જહાજના લંગરથી કેબલ્સને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા
દુબઈ,રાતા રમુદ્રની (રેડ સી) અંદર પેટાળમાં પથારાયેલો કેબલ્સ તૂટતાં એશિયા અને મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ હોવાનું નિષ્ણાતોએ રવિવારે જણાવ્યું હતું. આ કેબલ ક્યા કારણોસર તૂટ્યો તે તાત્કાલિક જાણી શકાયું નહતું. એક અંદાજ મુજબ યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા રાતા સમુદ્રની અંદરથી પસાર થતા ઓપ્ટિકલ ફાઇબર કેબલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ગાઝા પટ્ટી વિરુદ્ધ શસ્ત્રવિરામ જાહેર કરવા ઈઝરાયેલ પર દબાણ લાવવાના પ્રયાસરૂપે આ રણનીતિ અપનાવાઈ હોવાની આશંકા છે. જો કે હુથી સંગઠને ભૂતકાળમાં ઈન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડ્યું હોવાનો ઈનકાર કર્યાે હતો. સમુદ્રમાં જહાજના લંગરથી પણ કેટલીક વખત કેબલ્સને નુકસાન પહોંચતું હોય છે.
સમુદ્રની અંદર પથરાયેલા કેબલ્સ ઈન્ટરનેટ ઉપરાંત સેટેલાઈટ જોડાણ તથા જમીનમાં રહેલા કબેલ્સ માટે કરોડરજ્જુ સમાન છે. ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ પાસે એક કરતા વધુ એક્સેસ પોઈન્ટનો વિકલ્પ રહે છે અને એક જ્યારે ખોરવાય છે ત્યારે ઈન્ટરનેટ ટ્રાફિકને અન્ય રૂટ તરફ ડાયવર્ટ કરે છે. માઇક્રોસોફ્ટે વેબસાઈટ દ્વારા જણાવ્યું હતું કે, રાતા સમુદ્રમાં ફાઇબર તૂટતાં મધ્યપૂર્વમાં સેવા પ્રભાવિત થઈ શકે છે. ઈન્ટરનેટ સેવા પર દેખરેખ રાખતી નેટબ્લોક્સના મતે દરિયાઈ કેબલ્સ ક્ષતિગ્રસ્ત થતાં ભારત અને પાકિસ્તાન સહિત સંખ્યાબંધ દેશોમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે.
સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતે એસએમડબલ્ય૪ તથા આઈએમઈડબલ્યુઈ કેબલ સિસ્ટમ ફેઈલ થવાથી આ સમસ્યા સર્જા છે. દક્ષિણ પૂર્વ એશિયા-મધ્ય પૂર્વ- પશ્ચિમ યુરોપ એમ ચાર કેબલનું સંચાલન ટાટા કમ્યુનિકેશન્સ કરી રહ્યું છે. ભારત-મધ્ય પૂર્વ-પશ્ચિમ યુરોપ કેબલનું સંચાલન અલ્કાટેલ સબમરિન નેટવર્ક્સના નેજા હેઠળનું કન્સોર્ટિયમ કરે છે.
બન્નેમાંથી કોઈ કંપનીએ આ મુદ્દે નિવેદન કર્યું નહતું. પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન્સ કંપનીએ કેબલ કપાયા હોવાનું નિવેદન કર્યું હતું. દુબઈમાં સ્થાનિક ઈન્ટરનેટ પ્રદાતા ડુ અને એતિસલાટ નેટવર્ક્સની સેવા ધીમી હોવાની નેટ યુઝર્સે ફરિયાદ કરી હતી. પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન્સ કંપનીએ કેબલ કપાયા હોવાનું નિવેદન કર્યું.ss1