મણિપુરમાં નેશનલ હાઈવે ખુલ્યો છતાં તણાવની સ્થિતિ યથાવત

ગુવાહાટી , મણિપુરમાં શાંતિ પ્રક્રિયા પછી ઈમ્ફાલ-નાગાલેન્ડ વચ્ચેનો નેશનલ હાઈવે-૨ ખુલ્યો હોવા છતાં તણાવની સ્થિતિ યથાવત રહી છે. કુકી-ઝોના બે સશસ્ત્ર જૂથોએ ચેતવણી આપતા જણાવ્યું કે, આને મૈતેઈ અને કુકી વચ્ચે અનિયંત્રિત હિલચાલને સમર્થન હોવાનું ખોટું અર્થઘટન ના કરવું જોઈએ.
કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (કેએનઓ) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ)એ આ ચેતવણી કેન્દ્ર અને રાજ્ય સાથે શસ્ત્રવિરામની મંત્રણાના બે દિવસ બાદ આપી છે.આ જૂથોએ એક વર્ષ સુધી શાંતિ સ્થાપવા માટે સમજૂતિ કરી હતી જે અંતર્ગત મણિપુરની અખંડતા, કેમ્પોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રાજકીય સમાધાન માટે સહમતિ થઈ હતી.
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે મે ૨૦૨૩થી શરૂ થયેલી વંશીય હિંસાને પગલે અત્યાર સુધીમાં ૨૬૦થી વધુની હત્યા થઈ છે જ્યારે ૬૦ હજારથી વધુ વિસ્થાપિત થયા છે.
કુકી-ઝો પરિષદે તાજેતરમાં ગૃહ મંત્રાલય સાથે વાતચીત પછી એનએચ-૨ને ખોલવા સહમતિ દર્શાવી હતી. કેએનઓ તથા યુપીએએફએ જણાવ્યું કે, કુકી-ઝો જૂથોએ ક્યારેય રાષ્ટ્રીય હાઈવે બ્લોક કર્યાે નહતો અને કંગપોકપી સુધી જરૂરી માલસામાન લઈ જવાની મંજૂરી આપવા વાત થઈ હતી. હાઈવે પુનઃ ખોલવાથી બધુ સામાન્ય થઈ ગયું છે તેવું નથી તેમ કુકી સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું હતું.SS1MS