કોલકાતામાં બર્થ-ડેની ઉજવણીમાં બોલાવી યુવતી ઉપર ગેંગરેપ

કોલકાતા, પશ્ચિમ બંગાળના કોલકાતામાં ફરી એક વાર સામૂહિક બળાત્કારની ઘટના બની છે. આ ઘટનાના બંને આરોપી ચંદન મિલક અને દીપની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ બંને આરોપી પીડિતાની સાથે બર્થડે સેલિબ્રેટ કરવા ઈચ્છતા હતા. પોલીસને પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે કે બંને આરોપીએ જે યુવતી પર બળાત્કાર કર્યાે તેની ઉંમર ફક્ત ૨૦ વર્ષની છે.
હરિદેવપુરની રહેવાસી પીડિતાએ આક્ષેપ લગાવ્યો છે કે ચંદન તેને જન્મદિન ઉજવવાના બહાને દીપના ઘરે લઈ ગયો હતો ત્યારે બન્ને રેપ કર્યાે હતો. સૂત્રોના કહેવા મુજબ શનિવારે સવારે ૧૦-૩૦ કલાકે પીડિતા ભાગી જવામાં સફળ રહી, અને પોતાના પરિવારજનોને ઘટના અંગે વાકેફ કર્યા હતા.
પોતાની ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે દક્ષિણ કોલકાતાની એક મોટી દુર્ગા પૂજા સમિતિના પ્રમુખ ચંદન સાથે કેટલાક મહિના પહેલા મુલાકાત થઈ હતી, અને પછી દીપ સાથે પરિચય થયો હતો. અમે ત્રણેય એકબીજાના સંપર્કમાં હતા.
બંને આરોપીએ દુર્ગા પૂજા સમિતિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવતા શહેર કોલકાતામાં બળાત્કારની વધુ એક ઘટના બની છે.
૨૫મી જૂને લો કોલેજના કેમ્પસમાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. આ પહેલા પણ એક મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર થયેલા બળાત્કારની ઘટનાના પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા હતા.SS1MS