Western Times News

Gujarati News

બાળકોને સમય ન આપી શક્યાનો બીગ બીને આજે પણ વસવસો

મુંબઈ, અમિતાભ બચ્ચન આજકાલ કૌન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરી રહ્યા છે.જેમાં બિગ બી તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની કેટલીક વાર્તાઓ પણ કહે છે જેના વિશે લોકો ઓછા જાણે છે.

બિગ બીએ તાજેતરના એપિસોડમાં તેમના જીવનના એક મોટા અફસોસ વિશે જણાવ્યું.બિગ બીને તે દિવસો યાદ છે જ્યારે તેઓ કામમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા અને તે સમયે જયા બંને બાળકો અભિષેક અને શ્વેતાનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા. તેમને અફસોસ છે કે તેઓ બાળકો સાથે વધુ સમય વિતાવી શકતા ન હતા.

બિગ બીએ કહ્યું, ‘અમારું ઘરનું વાતાવરણ ખૂબ જ સરળ હતું. જયા બાળકોની સંભાળ રાખતી, અમે કામ પર જતા. તેણીએ બધું જોયું છે. અને અમારા મનમાં આ અફસોસ રહ્યો છે કે અમે સવારથી રાત સુધી કામ કરતા હોવાથી બાળકો સાથે વધુ સમય વિતાવી શકતા ન હતા.

જ્યારે અહું સવારે જતો ત્યારે બાળકો સૂતા હોય અને હું પાછો આવું ત્યાં સુધીમાં મોડી રાત થઈ ગઈ હોય અને ત્યારે પણ બાળકો સુતા હોય. તેથી અમને સમય મળતો ન હતો, તેથી જયા તેનું ધ્યાન રાખતી હતી.

ક્યારેક હું ઈચ્છું છું કે હું અભિષેક કે શ્વેતા સાથે સમય વિતાવી શકું.બિગ બીએ આગળ કહ્યું, ‘પછી એવું નક્કી થયું કે હું રવિવારે કામ નહીં કરું અને તે દિવસ બાળકો માટે હતો.’

અમે સાથે રમતા હતા અથવા કંઈક કરતા હતા અને આજે પણ અમારા ઘરમાં એ પરંપરા ચાલી રહી છે કે રવિવારે આખો પરિવાર સાથે બેસીને ભોજન કરે છે.

અમિતાભની ફિલ્મોની વાત કરીએ તો, તેઓ છેલ્લે ફિલ્મ વેત્તૈયાંમાં જોવા મળ્યા હતા જેમાં રજનીકાંત તેમની સાથે મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ સારી ચાલી ન હતી. હવે બિગ બી ફિલ્મ સેક્શન ૮૪માં જોવા મળશે જેમાં અભિષેક બેનર્જી અને નિમ્રિત કૌર તેમની સાથે જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.