નેપાળે યુવા આંદોલન બાદ સોશિયલ મિડીયા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો

નેપાળમાં યુવાનોનું આંદોલન હિંસક બન્યુંઃ ૧૯ના મોત -સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુદ્દે દેશભરમાં ઉગ્ર દેખાવો
યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્યો
(એજન્સી)કાઠમંડ, નેપાળની રાજધાની કાઠમંડુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે જેન ઝેડ દેખાવો થયા હતા. હજારોની સંખ્યામાં જેન ઝેડ યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા હતા. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા.
People in Nepal, including children, have been killed by police and security forces in Gen Z-led protests against government corruption.
આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે વિસ્તારમાં કરફ્યુનો આદેશ આપ્યો હતો પરંતુ સ્થિતિ વણસતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્્યો. જેમાં ૧૯ વિદ્યાર્થીના મોત, જ્યારે ૨૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, અને એક્સ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટાપાયે આંદોલનકારીઓ જેન ઝેડ આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
નેપાળમાં જેન ઝેડ આંદોલન ઉગ્ર બન્યું છે. નેપાળની સરકારે આંદોલનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. નેપાળના પીએમએ પોલીસ અને સુરક્ષા દળોને આંદોલનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યા બાદ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આંદોલનકારીઓએ સંસદનો દરવાજો તોડી નાખ્યો હતો. બાદમાં આંગ ચાંપી હતી. પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ હિંસક બનતાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
કાઠમંડુની હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ફૂલ થઈ છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ હોવાથી મોતનો આંકડો વધવાની ભીતિ છે. એશિયા આઈસીસીએ નેપાળ પોલીસ અને દળોની કુમળા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, નેપાળ પોલીસ અને સુરક્ષા દળોએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન કરી રહેલા શાળાના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો છે. બાળકો પર આ પ્રકારનો હુમલો નિંદાજનક છે. નેપાળ પોલીસ અને સુરક્ષા દળોના આ પગલાંની વિશ્વભરના માનવાધિકાર સંગઠનો ટીકા કરે છે.
દસ હજારથી વધુ ય્ીહ ઢ યુવાનોએ કાઠમંડુ, પોખરા, બુટવલ, ધારણ, ગોરાહી સહિતના શહેરોમાં વિરોધ રેલી યોજી હતી. તેઓ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, અમે આંદોલન કર્યું છે, અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડીશું. હજારોની સંખ્યામાં યુવાનોના ટોળા રસ્તા પર ઉતરી આવતા નેપાળી આર્મી તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે હેતુ સાથે કાઠમંડુ સહિત અમુક વિસ્તારોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે.
કાઠમંડુના વિવિધ શહેરોમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકાર વિરૂદ્ધ જેન ઝેડ રિવોલ્યૂશન શરૂ થયુ છે. મૈતીઘર, કાઠમંડુ, અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે.
આંદોલનકારીઓ મોટી સંખ્યામાં સુત્રોચ્ચાર કરતાં સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે, વડાપ્રધાન ઓલી સરકારે ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યૂબ, રેડિટ, ઠ સહિત ૨૬ સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. જેનો ય્ીહ-ઢ દ્વારા મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.
૧૯૯૫ બાદ જન્મેલા જેન ઝેડ ૧૮થી ૩૦ વર્ષ સુધીના યુવાનો ઈન્ટરનેટ અને ટેક્નોલોજી સાથે મોટા થયા છે. તેઓ ડિજિટલ નાગરિકો છે. જેઓ વૈશ્વિક ગતિવિધિઓ, ન્યાય અને સમાનતા માટેની જરૂરિયાતો પ્રત્યે સભાન છે. તેઓ નેપાળમાં શિક્ષિત લાયકાત ધરાવતા હોવા છતાં બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. દાયકાઓથી તેમના માતા-પિતાએ સહન કરેલી નિરાશા, ગરીબીનો વિરોધ કરી રહ્યા છે.
તેઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. કારણકે, રાજકારણીઓના પરિવાર વૈભવી જીવનનો આનંદ માણી રહ્યા છે. જ્યારે સામાન્ય યુવાનો કામની શોધમાં ભટકી રહ્યા છે. આ અસમાનતા દૂર કરવા સોશિયલ મીડિયા પર મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. સરકારની સોશિયલ મીડિયા પ્રતિબંધની કવાયત સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ આંદોલનને જ બંધ કરવા માગતી હોવાનો આક્ષેપ છે. આ આંદોલન ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે વિરોધ દર્શાવતું નથી. તે દાયકાઓથી ચાલતા ભ્રષ્ટાચાર, અસમાન તકો અને નિષ્ફળ શાસન સામે લાંબા સમયથી દબાયેલા અવાજનો વિરોધ છે.