દૂધના ભાવમાં મોટી રાહત, અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું

file photo
(એજન્સી)નવી દિલ્હી, દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. સરકારે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો છે કે પેકેજ્ડ દૂધને ૫% ય્જી્માંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાં જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે.
જીએસટીની આ મુક્તિનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે કારણ કે દૂધ પરનો ૫% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારને સસ્તું અને ગુણવત્તાયુક્ત દૂધ મળી શકે.
અમૂલ ઉત્પાદનોમાં ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડ ની કિંમત લગભગ રૂપિયા ૬૯ પ્રતિ લિટર છે, જ્યારે ટોન્ડ દૂધ રૂપિયા ૫૭ પ્રતિ લિટરમાં વેચાય છે.
તેવી જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ રૂપિયા ૬૯ અને ટોન્ડ દૂધ લગભગ રૂપિયા ૫૭માં મળે છે. ભેંસ અને ગાયના દૂધના ભાવ પણ રૂપિયા ૫૦-૭૫ની વચ્ચે છે.
સરકારની યોજના મુજબ, દૂધના ભાવમાં પ્રતિ લિટર લગભગ રૂપિયા ૩ થી રૂપિયા ૪નો ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, અમૂલ ગોલ્ડનો ભાવ લગભગ રૂપિયા ૬૫-૬૬ સુધી ઘટી જશે, જ્યારે મધર ડેરીના ફુલ ક્રીમ દૂધના ભાવ પણ આ જ રેન્જમાં આવવાની ધારણા છે. ટોન્ડ દૂધ અને ભેંસના દૂધ પર પણ આવી જ રાહત જોવા મળશે.