Western Times News

Gujarati News

હાથીજણ સર્કલથી વસ્ત્રાલ મેટ્રો સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓ તૂટવાની સમસ્યા નવી નથી પરંતુ એ રસ્તાઓને દુરસ્ત કરવા માટેની જવાબદારી વહીવટી તંત્રની છે કેટલેક અંશે આ જવાબદારી ઝડપથી નિભાવવામાં આવી રહી છે

પરંતુ મહદ અંશે એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ રસ્તાઓ ઉબડખાબડ છે તેના ઉપર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે ઉદાહરણ તરીકે હાથીજણ સર્કલ નો નેશનલ હાઈવે ખૂબ જ સુંદર અને મેન્ટેનન્સ સાથે સરળતાથી ચાલી રહ્યો છે હવે ત્યાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ છે વળી ચોમાસાના સમયગાળા દરમિયાન સર્કલ ઉપર ખોદકામ કર્યું હતું જેને માટી થી વાળીને પુરાણ કરીને પુનઃ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે

પરંતુ સાઈડમાં હજુ પણ રસ્તો ખાડા ટેકરા વારો બની ગયો છે જ્યારે ટ્રાફિક જામ થાય ત્યારે વાહન ચાલકો સાઈડમાંથી વાહન લે છે ત્યારે આ ખરાબ રસ્તા ઉપર થી પસાર થવું પડે છે બીજી તરફ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી હાથીજણ સર્કલ તરફ આવવાનો માર્ગ રામોલ હાઇવે પાસે ખૂબ જ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે સાઈડમાં ખોદકામ કર્યું હોવાને કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું ખૂબ જ અઘરું બની રહ્યું છે

આ એક નેશનલ હાઇવે નો માર્ગ છે અને તે સ્ટેટ હાઇવેને પણ જોડે છે તેથી આ રસ્તાઓને ઝડપથી રીપેર કરાય તે જરૂરી છે કારણ કે અહીંયાથી રોજના સેકડો વાહનો પસાર થાય છે

તેથી મોટા મોટા ટ્રકો ટેલરો પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જો આ રસ્તાઓને ઝડપથી રીપેર નહીં કરાય તો ચક્કા જામની સમસ્યા ઊભી થતા વાર નહીં લાગે જ્યારે નેશનલ હાઈવે ની વાત આવે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી એ પણ આ દિશામાં વિચારવું ખૂબ જ જરૂરી છે તેવું પ્રજામાં પણ ચર્ચામાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.