ભારત પર ટેરિફ લાદીને અમેરિકાએ બરોબર કર્યું છેઃ ઝેલેન્સ્કીનો યુ-ટર્ન

કીવ, યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં સૌ કોઈ શાંતિ ઝંખી રહ્યું છે, પરંતુ યુદ્ધવિરામના કોઈ સંકેત સાંપડી રહ્યા છે. આ મામલામાં પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરતા હતા.
પરંતુ, શાંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની સમિટમાં રશિયા, ચીન અને ભારતની ત્રિપુટી જોયા પછી ઝેલેન્સ્કી ખુલીને હવે અમેરિકાના સમર્થનમાં આવી ગયા છે.
ઝેલેન્સ્કીએ પહેલીવાર ભારત અંગે એવુ નિવેદન આપ્યું છે કે જેનાથી બંને દેશોના કૂટનીતિક સંબંધોમાં કડવાશ લાવી દેશે. ઝેલેન્સ્કીએ અમેરિકાના મીડિયાની સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે અમેરિકાએ ભારત પર ટેરિફ લાદીને બિલકુલ યોગ્ય કર્યું છે. મને લાગે છે કે રશિયા સાથે સોદો કરનાર દેશો પર ટેરિફ મુકવાનો વિચાર ઉચિત છે.
ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કીને એસસીઓના શિખર સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા મામલે સવાલ પૂછવામાં આવ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ઝેલેન્સ્કીએનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ટ્રમ્પ સરકાર રશિયા સામેના પ્રતિબંધોને વધુ આકરા કરવાની યોજના બનાવી રહી છે.
ગત મહિને અમેરિકાના અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ટ્રમ્પની વાતચીત કૂટનીતિક સફળતા હાંસલ થઈ શકી નથી. ટ્રમ્પે કહ્યું કે એ રશિયાની સામે પ્રતિબંધોનો વિસ્તાર કરવા માટે તૈયાર છે.
રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડાયરેક્ટર કેવિન હેસેટે પણ રશિયા પર નવા પ્રતિબંધોના સંકેત આપ્યા છે, અને ભારતનું ઉદાહરણ આપ્યું હતું.
યુક્રેન પર રશિયાના તાજેતરના સૈન્ય હુમલા પછી કેવિન હેસેટે કહ્યું કે રાષ્ટ્રીય આર્થિક પરિષદમાં અમારી જવાબદારી છે કે અમે પ્રતિબંધો લાગુ કરીએ અને જે લોકો યુક્રેનની સામેના યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યા છે, ઉદાહરણ તરીકે – ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું છે, અમે તેને(ભારત) આર્થિક રીતે જવાબ આપવા તૈયાર છીએ. મને ભરોસો છે કે આજે અને કાલે પ્રતિબંધોના સ્તર અને સમય અંગે વિસ્તૃત ચર્ચા થશે.
તાજેતરના સપ્તાહોમાં ભારતે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની પોતાની વકીલાત તેજ કરી છે. મોદીએ ગત મહિને આ મામલાને લઈને ઝેલેન્સ્કીની સાથે વાતચીત કરી હતી.
મોદીએ કહ્યું કે ઝેલેન્સ્કીની સાથે વાતચીત કરીને યુદ્ધના ત્વરિત અને શાંતિપૂર્ણ સમાધાનની જરુરિયાત પર ભારતની દૃઢ સ્થિતિથી તેમને(ઝેલેન્સ્કી) વાકેફ કર્યા છે. ભારત આ મામલામાં શક્ય યોગદાન આપવાની સાથે યુક્રેનની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.SS1MS