Western Times News

Gujarati News

યુએસ: બળાત્કાર કેસમાં મહિલાને કરોડોનું વળતર ચૂકવવાનો આદેશ

ન્યુયોર્ક, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવાદોમાં રહે છે, યુએસમાં તેમની સામે કેટલાક ક્રિમીનલ કેસ પણ ચાલી રહ્યા છે. સોમવારે ન્યૂયોર્ક સ્થિત સેકંડ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો હતો.

પત્રકાર અને લેખક ઇ. જીન કેરોલને ૮૩.૩ મિલિયન ડોલર ચુકવવાના કોર્ટના અગાઉના આદેશને ટ્રમ્પે સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકાર્યાે હતો, પરંતુ કોર્ટે ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી.ઇ. જીન કેરોલ હાલ ૮૧ વર્ષના છે, તેઓ ફેશન અને બ્યુટી મેગેઝિન ઈઙ્મઙ્મીમાં કોલમ લખતા હતાં છે. તેમણે ટ્રમ્પ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં.

આરોપ મુજબ ટ્રમ્પે ૧૯૯૦ના દાયકામાં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમના પર બળાત્કાર ગુજાર્યાે હતો.ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને વળતો આરોપ લગાવ્યો હતો કે પોતાનું પુસ્તક વેચવા માટે કેરોલે આ વાર્તા ઉપજાવી કાઢી છે.અગાઉ કોર્ટે કેરોલને ૮૩.૩ મિલિયન ડોલર (લગભગ ૬૯૩ કરોડ રૂપિયા) ચુકવવા માટે ટ્રમ્પને આદેશ કર્યાે હતો.

જેન ટ્રમ્પે પડકાર્યાે હતો, ટ્રમ્પે દલીલ કરી હતી કે યુએસ સુપ્રીમ કોર્ટે ૨૦૨૪માં આપેલા એક ચુકાદા મુજબ રાષ્ટ્રપતિને ફોજદારી બાબતોથી પ્રતિરક્ષા મળે છે.

જો તેમને આ મુકદમાઓ સામે પ્રતિરક્ષા આપવામાં નહીં આવે તો વહીવટીતંત્રને નુકશાન પહોંચશે.કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ટ્રમ્પની દલીલોને ફગાવતા કહ્યું, “આ મામલો અસાધારણ છે અને ગંભીર છે, જેને ધ્યાનમાં રાખીને જ્યુરી દ્વારા આપવામાં આવેલો વળતરનો નિર્ણય યોગ્ય છે. આ કેસમાં રાષ્ટ્રપતિને મળતી પ્રતિરક્ષાનો દાવો ન કરી શકાય.”

મે ૨૦૨૩માં કોર્ટની એક જ્યુરીએ ૫ મિલિયન ડોલર (આશરે ૪૨ કરોડ રૂપિયા)નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જૂન ૨૦૨૪માં, સેકન્ડ સર્કિટ કોર્ટે આ ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૪માં આપવામાં આવેલા એક ચુકાદામાં કોર્ટે ૮૩.૩ મિલિયન ડોલરના ચુકવવાનો આદેશ આપ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.