મુંબઈમાં ૮૧ વર્ષીય વૃદ્ધે ચાકુથી ગળું કાપીને ૭૪ વર્ષીય પત્નીની હત્યા કરી દીધી

મુંબઈ, સામાન્ય રીતે પતિ-પત્ની વૃદ્ધાવસ્થામાં એકબીજાનો સૌથી મોટો આધાર હોય છે. પરંતુ મુંબઈમાં એક ૮૧ વર્ષીય વૃદ્ધે એવું ઘાતક પગલું ભર્યું, જે સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે.
સમગ્ર ઘટના એવી છે કે વસઈના રહેવાસી ૮૧ વર્ષીય ગેબ્રિઅલ પરેરાએ પોતાની ૭૪ વર્ષીય પત્નીનું ચાકુથી ગળું કાપી નાંખ્યું અને ત્યાર પછી પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાે, પરંતુ એ બચી ગયા છે.
પતિ-પત્ની બંને બીમાર રહેતા હતા. આ વૃદ્ધ દંપતિનો એક પુત્ર છે, જે ઘટના સમયે ઘરે હાજર ન હતો. પતિ-પત્ની બંને લાંબા સમયથી બીમાર રહેતા હતા. બંને ગળાની, પીઠની, ઘુટણની અને અન્ય બીમારીઓથી પીડિત હતા. શનિવારે સાંજે લગભગ ૮-૩૦ કલાકે – ગેબ્રિઅલ પરેરા(ઉંમર)એ પોતાની પત્ની આર્ટિના પરેરા(ઉંમર ૭૪) પર ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી.
ત્યાર પછી પતિએ એ જ ચાકુથી પોતાની હાથની નસ કાપીને આપઘાત કરવાની કોશિશ કરી, પરંતુ ગંભીર રીતે ઘાયલ પરેરાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં જીવન અને મોતની વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
ઘટના સમયે દંપતિનો પુત્ર ઘરથી બહાર ગયો હતો. જોકે, પુત્ર પરત ફર્યાે ત્યારે ઘર અંદરથી બંધ હતું, જેના કારણે તેણે દરવાજો તોડ્યો અને અંદર જોયું તો માતા લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં અને પિતા ગંભીર રીતે ઘાયલ હાલતમાં હતા.
તેણે તરત જ પોલીસને જાણ કરી, અને વસઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ૭૪ વર્ષીય આર્ટિનાનો મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ઘાયલ ગેબ્રિયલ પરેરાની સામે કાયદાની કલમ ૧૦૩(૧) અંતર્ગત ગુનો નોધ્યો છે.SS1MS