રિક્ષાચાલકના સ્વાંગમાં ફરતી લૂટારુ ટોળકી હજુ એક્ટિવ

અમદાવાદ, શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે લૂટારુના સ્વાંગમાં ફરતા રિક્ષાચાલકો દ્વારા અનેક લોકોને લૂંટી લેવાની અઢળક ફરિયાદો સામે આવી છે. જેને લઇને સ્થાનિક પોલીસ દ્વારા સ્ટીકર લગાવવા અને આવા તત્ત્વોને શોધી કાઢવા અનેક પ્રકારની કવાયત હાથ ધરી હતી. તેમ છતાંય આ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરતા તત્ત્વો હજુય સક્રિય છે.
કાલુપુરમાં રિક્ષાચાલકે છરી બતાવીને બહારગામથી આવેલા એક યુવકને લૂંટી લીધો હતો. આ મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશનો રોશનસિંગ મોર્યા તેના મિત્ર સાથે ટ્રેનમાં બેસીને મુંબઇથી અમદાવાદ આવ્યા હતા.
અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરીને રાયપુર ખાતે રહેતા મિત્રના ઘરે રોકાયા હતા. જ્યાંથી રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન પરત જવા નીકળ્યા હતા ત્યારે સારંગપુર સર્કલ પાસે રિક્ષા ચાલકે રિક્ષા ઊભી રાખીને હવે રિક્ષા આગળ નહીં જાય ભાડું આપી દે તેમ કહીને માથાકૂટ કરી હતી.
રિક્ષાચાલકે છરી બતાવીને રોશનસિંગના રૂપિયા ૭૮૦૦ અને ફોન લૂંટી લીધો હતો. બંને યુવકોને ત્યાં મૂકીને રિક્ષાચાલક નાસી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS