અનન્યા પાંડેની સિરીઝ ‘કોલ મી બૅ’માં નવો હિરો ઉમેરાશે

મુંબઈ, અનન્યા પાંડેની વખણાયેલી વેબ સિરીઝ ‘કોલ મી બૅ’ની સીઝની આવી રહી છે, તે અંગે તેણે થોડા વખત પહેલાં જ તેના ફૅન્સને પ્રોમિસ આપી દીધું હતું. હવે તેણે આ સિરીઝની બીજી સીઝન વિશે થોડી એવી માહિતી આપી છે કે, તેના ફૅન્સ વધુ ઉત્સુક થયાં છે.
તાજેતરમાં એક પોડકાસ્ટ પર અનન્યાએ કહ્યું કે, નવી સીઝનનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે, જ્યારે બેલા ચૌધરી ઉર્ફે બૅની વાર્તામાં ફેશન અને ડ્રામાની નવી સફરનો પણ ઉલ્લેખ કર્યાે હતો.એમેઝોન પ્રાઇમની આ સિરીઝ સાથે ડિજિટલ ડેબ્યૂ કરનારી અનન્યાએ વાત કરી કે બીજી સીઝન સ્ટાઇલ અને ફેશનનો ડબલ ડોઝ લઇને આવશે. આ સિરીઝની ફેશન અને સ્ટાઇલ પહેલી સીઝનમાં પણ વખણાઈ હતી.
અનન્યાએ કહ્યું, “અમે હવે ઓક્ટોબરમાં બીજી સીઝનનું શૂટિંગ કરી રહ્યા છીએ. તેથી હું હવે તે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કે તેની આગામી સફર કેવી હશે.” નવી વાર્તામાં ફેશન કેવી રીતે કેન્દ્રમાં હશે તે અંગે વિસ્તારથી વાત કરતાં, અનન્યાએ કહ્યું, “મને લાગે છે કે આ સિઝનમાં ફેશન એક મોટી બાબત હશે. મને એવું લાગે છે, જોકે મેં હજુ સુધી બેસીને સ્ક્રિપ્ટ સાંભળી નથી કે આગામી સિઝનમાં શું હશે.
પરંતુ હું જાણું છું કે તેઓ ફેશન સાથે ઘણું બધું કરી રહ્યા છે. તેથી આ સિરીઝમાં ફેશન એક મહત્વનું એલિમેન્ટ હશે. હા, હવે બૅ બોમ્બેમાં રહે છે. તેથી હવે તે મુંબઇમાં કઈ રીતે સેટ થાય, એવી કોઈ સ્ટોરી નહીં હોય.”આ શોની પહેલી સીઝન એક આતુરતાના વળાંક સાથે અટકી હતી, તેના ચાહકોને બૅના રોમેન્ટિક ભવિષ્ય વિશે અનુમાન લગાવવા માટે છોડી દીધા હતા.
અનન્યાએ આ અંગે એક મોટો સંકેત આપ્યો, જેમાં ખુલાસો થયો કે પ્રેમ અને સંબંધો આ સિરીઝમાં એક મુખ્ય થીમ હશે. અનન્યાએ કહ્યું, “હવે તે આખરે સ્થાયી થઈ ગઈ છે અને એક પાડવ પાર કરી લીધો છે. તેથી, મને લાગે છે કે બે છોકરાઓ વચ્ચે પસંદગી કરવી એ એક મોટી બાબત હશે.
કદાચ કોઈ નવો છોકરો હશે. મને લાગે છે કે તેમાં મજા આવશે.” અનન્યાએ નવા કલાકારો અથવા આ સીઝન વિશે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું, પરંતુ ‘કોલ મી બૅ ૨’ પર કામ ચાલી રહ્યું છે તેની તેણે પહેલાથી જ ભારે ચર્ચા જગાવી છે.
રમુજ, રોમાંસ અને હાઈ ફેશન અને બ્યૂટીનું સંયોજન ધરાવતી આ સિરીઝ, મુંબઈની અફરાતફરીમાં પોતાનો રસ્તો બનાવતી દિલ્હીની સમૃદ્ધ પરિવારની બૅના જીવન પરના તેના નવા અભિગમ માટે વખણાઈ હતી.SS1MS