સુકુમારે દુબઈમાં અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા- ધ રેમ્પેજ’ની જાહેરાત કરી

મુંબઈ, દુબઈમાં આયોજિત એસઆઈઆઈએમએમાં પુષ્પા ટીમે ‘પુષ્પાઃ ધ રૂલ’ માટે પાંચ મોટા એવોર્ડ જીત્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર સુકુમાર, મુખ્ય કલાકારો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના, સંગીતકાર દેવી શ્રી પ્રસાદ અને મૈથ્રી મૂવી મેકર્સનાં પ્રોડ્યુસર નવીન યેરનેનીએ એવોર્ડમાં હાજરી આપી હતી.
ત્યારે એવોડ્ર્ઝ જીત્યા પછી, સુકુમારે ખાતરી આપી કે ફિલ્મનો ત્રીજો ભાગ, ‘પુષ્પા ૩ઃ ધ રેમ્પેજ’ ચોક્કસ બનાવવામાં આવશે.પુષ્પા ળેન્ચાઈઝીની ટીમ સ્ટેજ પર આવી તે પછી, એવોર્ડ શોના હોસ્ટ દ્વારા મજાકમાં તેમને પૂછાયું, “પાર્ટી લેધા પુષ્પા? (શું કોઈ પાર્ટી નથી, પુષ્પા?)” જેમાં ફિલ્મમાં ભંવર સિંહ શેખાવતના જાણીતા ડાયલોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેઓએ સુકુમારને પુછ્યું કે, પુષ્પા ૩ બનશે કે નહીં. સુકુમારે પ્રોડ્યુસર અને અલ્લુ અર્જુન તરફ જોયું અને તેઓએ તેને મંજૂરી આપ્યા પછી, સુકુમારે કહ્યું, “બિલકુલ, અમે પુષ્પા ૩ બનાવી રહ્યા છીએ.” જેનાથી હોસ્ટ અને ઓડિયન્સ પણ ખુશ થઈ ગયું હતું.
એસઆઈઆઈએમએ ખાતે, અર્જુનને બેસ્ટ એક્ટર, રશ્મિકને બેસ્ટ એક્ટ્રેસ, સુકુમારને બેસ્ટ ડિરેક્ટર, દેવીને બેસ્ટ મ્યુઝિશીયન અને શંકર બાબુ કંડુકુરીએ પીલિંગ્સ માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (મેલ) કૅટેગરીના એવોર્ડ જીત્યા હતા. આ સમાચાર શેર કરતા અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર લખ્યું, “સતત પ્રેમ અને કદર માટે આભાર, એસઆઈઆઈએમએ.
સતત ૩ એસઆઈઆઈએમએ એવોડ્ર્સ જીતવા એ ખરેખર એક નમ્ર કરી દે એવી ક્ષણ છે. બધા વિજેતાઓ અને નોમિનીઝને અભિનંદન. આનો શ્રેય મારા ડિરેક્ટર આર્યાસુક્કુ ગરુને જાય છે જેમણે આ શક્ય બનાવ્યું, મારા કલાકારો, મારા ટેકનિશિયનો, મારા નિર્માતાઓ અને પુષ્પાની સમગ્ર ટીમ અને હું આ પુરસ્કારો મારા ચાહકોને સમર્પિત કરું છું… તેમના અતૂટ પ્રેમ અને સમર્થન માટે.
નમ્રતાપૂર્વક.”‘પુષ્પાઃ ધ રાઇઝ’ ૨૦૨૧માં રિલીઝ થઈ, ત્યારે તેણે પેન્ડેમિક છતાં વિશ્વભરમાં ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી અને વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી.
તેણે ૨૦૨૪માં ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ સાથે ફરી એ જાદુ ચલાવ્યો અને વિશ્વભરમાં ૧૮૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની.‘પુષ્પા ૨’ તેલુગુમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને સામાન્ય રીતે ભારતીય સિનેમાની વાત આવે ત્યારે તેનાથી ફક્ત ‘દંગલ’ જ આગળ રહી શકી છે.
પુષ્પામાં અલ્લુ અર્જુને મજૂરમાંથી રક્તચંદનના સ્મગલર બનેલા પુષ્પા રાજની ભૂમિકા ભજવે છે, જે પોતાના પરિવાર અને સમાજ પાસેથી સ્વિકૃતિ અને આદર મેળવવા માગે છે અને સત્તા ટકાવવા ઝઝૂમે છે. ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’નો અંત આતુરતા જન્માવે તેવા વળાંક સાથે થયો, જેમાં ‘પુષ્પા ૩ઃ ધ રેમ્પેજ’ની જાહેરાત કરવામાં આવી, પરંતુ ઘણા લોકો તેના નિર્માણ અંગે શંકાસ્પદ રહ્યા છે.
સુકુમાર પાસે રામ ચરણ સાથેની એક ફિલ્મ છે, જ્યારે અર્જુન હાલ અટલી અને દીપિકા પાદુકોણ સાથે એક સાયન્સ ફિક્શન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.SS1MS