Western Times News

Gujarati News

નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં ગુજરાત માહિતી આયોગની સ્પષ્ટતા અને ચેતવણી

ગુજરાત માહિતી આયોગગાંધીનગર ચોક્ક્સ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરીઅન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી

ગાંધીનગર, માહિતી અધિકાર અધિનિયમ૨૦૦૫ એ જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદેહિતા લાવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. પરંતુ ગુજરાત માહિતી આયોગને અનુભવે જણાવેલ છે કેકેટલાક અરજદારો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહોળા પ્રમાણમાં અરજીઓ કરી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલ “માહિતીનો અધિકાર” નો અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે,

 જેથી જાહેર માહિતી અધિકારીઓપ્રથમ અપીલ અધિકારીઓ અને ગુજરાત માહિતી આયોગનો સમય બિનજરૂરી અને અપ્રમાણસર રીતે વપરાય છે અને માહિતી અધિકાર અધિનિયમ૨૦૦૫ની કલમ-૭(ક)ની જોગવાઇઓ અનુસાર જાહેર સત્તામંડળના સ્ત્રોતોનો અપ્રમાણસર ઉપયોગ થાય છે. આથી Genuine અરજદારોને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. નામ.સુપ્રિમકોર્ટ પણ માહિતી અધિકાર અધિનિયમના દુરુપયોગના કારણે આ અધિનિયમમાં પ્રજા વિશ્વાસ ગુમાવે તેવું ન થાય તે માટે અધિનિયમનો દુરુપયોગ અટકાવવા કાયદા મુજબ પગલા ભરવા જણાવેલ છે.

 ઉપરોક્ત સંદર્ભમાંગુજરાત માહિતી આયોગ દ્વારા બહોળા પ્રમાણમાં અરજીઓ કરતા કેટલાક અરજદારો બાબતમાં કેલેન્ડર વર્ષમાં કરવામાં આવતી અરજીઓની સંખ્યાની મર્યાદા નિર્ધારિત કરતા હુકમો કરવામાં આવેલ છે. આ હુકમો https://gic.gujarat.gov.in/front-page/Landmark Judgement.aspx પર ઉપલબ્ધ છે. આ હુકમોનાં સંદર્ભમાંવિવિધ કક્ષાએ ગેરસમજથી ખોટું અર્થઘટન કરવામાં આવતું હોવાનું આયોગને ધ્યાન પર આવેલ છે.

 ઉક્ત વિગતે રાજ્યના તમામ નાગરિકતમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે કેઆયોગના ઉક્ત અને આ પ્રકારના હુકમો માત્ર અને માત્ર સંબંધિત અરજદારને જ લાગુ પડે છે. આ હુકમો સીધે-સીધા અન્ય અરજદારોને લાગુ પડતા નથી કે રાજ્યના અન્ય કોઇ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીને અન્ય અરજદારોના કેસમાં લાગુ કરવાની સત્તા આપતા નથી.

 ઉક્ત હુકમો માત્ર સંબંધિત અરજદારોને લાગુ પડતા હોવાથીઆ હુકમો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કે અપીલ કરનાર અન્ય નાગરિક/અરજદારને લાગુ પાડવાના રહેતા નથી. આથીઆવા ચોક્ક્સ હુકમોને સંબંધિત ન હોય તેવા કોઇપણ નાગરિક/અરજદારની અરજી અથવા પ્રથમ અપીલનો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવા તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે. આ અંગે હવે પછી કોઇ અયોગ્ય કે મનઘડંત અર્થઘટન કરવામાં આવેલ હોવાનું જણાશે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ શિસ્તવિષયક સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાની આયોગને ફરજ પડશેતેની નોંધ લેવા સર્વ સંબંધિતોને આથી જણાવવામાં આવે છે.

 માહિતી અધિકાર અધિનિયમ અંગે આમ જનતામાં જાગૃતિ આવે તે માટે આયોગ લઘુપુસ્તિકાઓની પ્રસિધ્ધિઆર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI) સોફ્ટવેરથી તૈયાર કરાયેલ ઓડીયો પોડકાસ્ટનો પ્રારંભ જેવા પ્રયાસોથી સતત પ્રયત્નશીલ છે. આ લઘુપુસ્તિકાઓ તથા ઓડીયો પોડકાસ્ટ આયોગની વેબસાઈટ https://gic.gujarat.gov.in/front-page/20/front-page/74/RTI-Rules.aspx  પર ઉપલબ્ધ છે. માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલ માટેની કટિબધ્ધતાનો આયોગ પુનરોચ્ચાર કરે છે એમ ગુજરાત માહિતી આયોગના સચિવશ્રી જયદીપ દ્વિવેદી દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.