3,820 કરોડનો IPO લાવશે ફિઝિક્સવાલાઃ સેબીમાં યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું

ફિઝિક્સવાલા ભારતમાં આવકની બાબતે ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન ધરાવે છે-3100 cr નો ફ્રેશ ઈશ્યુ + 720 કરોડ OFS
Mumbai, ભારતમાં વિદ્યાર્થી સમુદાયના સંદર્ભે સૌથી મોટી એજ્યુકેસન કંપની અને ભારતમાં આવકની બાબતે ટોચની પાંચ એજ્યુકેશન કંપનીઓમાં સ્થાન ધરાવતી ફિઝિક્સવાલા લિમિટેડે (“the Company”) આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. તેની મુખ્ય યુટ્યૂબ ચેનલ “Physics Wallah-Alakh Pandey” 15 જુલાઈ, 2025ના રોજ 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી હતી (રેડસીઅર રિપોર્ટના મુજબ). PHYSICSWALLAH LIMITED FILES UDRHP-I WITH SEBI TO RAISE ₹ 3,820 CRORES THROUGH IPO.
રૂ. 38,200 મિલિયન (રૂ. 3,820 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 31,000 મિલિયન (રૂ. 3,100 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના રૂ. 7,200 મિલિયન (રૂ. 720 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ફિઝિક્સવાલા ફ્રેશ ઇશ્યૂ થકી મળનારી આવકનો નીચે મુજબ ઉપયોગ કરવા ધારે છે (1) કંપનીના નવા ઓફલાઇન અને હાઇબ્રિડ સેન્ટર્સના ફિટ-આઉટ્સના મૂડી ખર્ચ માટે, (2) કંપની દ્વારા ચલાવાતા હાલના કેટલાક ઓફલાઇન અને હાઇબ્રિડ સેન્ટર્સના લિઝ પેમેન્ટ્સ માટેના ખર્ચ માટે, (3) તેની પેટાકંપની ઝાયલેમ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જે આ પ્રમાણેનો ખર્ચ કરવા ઇચ્છે છે (એ) ઝાયલેમ (“New Xylem Centers”)ના નવા ઓફલાઇન સેન્ટર્સના ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ (બી) ઝાયલેમના હાલના ઓળખાયેલા ઓફલાઇન સેન્ટર્સ અને હોસ્ટેલ્સ માટે લીઝ પેમેન્ટ્સ માટે,
(4) તેની પેટાકંપની ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જે ઉત્કર્ષ ક્લાસીસના હાલના ઓળખાયેલા ઓફલાઇન સેન્ટર્સ માટે લિઝ પેમેન્ટ્સનો ખર્ચ કરશે (5) સર્વર અને ક્લાઉડ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે (6) માર્કેટિંગ પહેલના ખર્ચ માટે (7) તેની પેટાકંપની ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં વધારાનું શેરહોલ્ડિંગ મેળવવા માટે (8) વણઓળખાયેલા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
રૂ. 7,200 મિલિયન (રૂ. 720 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરમાં અલખ પાંડે દ્વારા રૂ. 3,600 મિલિયન (રૂ. 360 કરોડ) સુધી અને પ્રતીક બૂબ (“Promoter Selling Shareholders”) દ્વારા રૂ. 3,600 મિલિયન (રૂ. 360 મિલિયન) સુધીના શેરના વેચાણનો સમાવેશ થાય છે.
ફિઝિક્સવાલા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીના અભ્યાસક્રમો અને કુશળતા વધારવા માટેના અન્ય અભ્યાસક્રમો પૂરા પાડે છે. ડિલિવરી ચેનલમાં (1) વેબસાઇટ તથા એપ્સ સહિત ઓનલાઇન (2) ટેક એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ (જ્યાં કંપનીના ફેકલ્ટી ફિઝિકલ સેન્ટરમાં લાઇવ ક્લાસીસ લે છે) અથવા (3) હાઇબ્રિડ સેન્ટર્સ (બે શિક્ષકોનું મોડલ જેમાં વિદ્યાર્થી ફિઝિકલ સેન્ટરમાં ઓનલાઇન ક્લાસીસ ભણે છે અને રિવિઝન ક્લાસીસમાં ભાગ લેવા અને સવાલોના જવાબ મેળવવા માટે સેન્ટર ખાતે ઉપલબ્ધ બીજા ફેકલ્ટીનો લાભ મેળવે છે.
રેડસીઅર રિપોર્ટના મતે કંપની ભારતમાં આવકની બાબતે ટોચની પાંચ એજ્યુકેશન કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તેની મુખ્ય યુટ્યૂબ ચેનલ “PhysicsWallah-Alakh Pandey” 15 જુલાઈ, 2025ના રોજ લગભગ 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. તેમની યુટ્યૂબ કમ્યૂનિટી 30 જૂન, 2025ના રોજ 98.80 મિલિયન સબ્સ્ક્રાઇબર્સની છે અને નાણાંકીય વર્ષ 2023થી 2025 દરમિયાન 41.80 ટકાના સીએજીઆરથી વધી હતી.
કંપની ઓફલાઇન આવકની બાબતે ભારતમાં એજ્યુકેશન કંપનીઓમાં પણ નોંધપાત્ર ઓફલાઇન હાજરી ધરાવે છે. ફિઝિક્સવાલા ભારતમાં આવકની બાબતે ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2022થી 2024 દરમિયાન આવકમાં વૃદ્ધિની બાબતે સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ પૈકીની એક છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે (The “Listing Details”).
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.