નેપાળના પૂર્વ PM ઝાલનાથના પત્નીને આંદોલનકારીઓએ જીવતી સળગાવી

ભડકે બળતાં નેપાળમાં સત્તા પલટો -ભીડે ડેપ્યુટી પીએમ અને નાણામંત્રીને દોડાવી-દોડાવીને માર્યા, વિદેશમંત્રી લોહીલુહાણ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન અને મંત્રીઓએ રાજીનામાં આપ્યા
(એજન્સી)કાઠમંડુ, નેપાળમાં વડાપ્રધાન ઓલીની સરકારમાં ભ્રષ્ટાચાર વધવા ઉપરાંત પરિવારવાદનાં કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળતો હતો. બેકારીનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું.
આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારની નીતિમાં કોઈ ફેરફાર નહીં થતાં નેપાળના યુવાનો સરકાર સામે સોમવારથી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. Nepal: House of former PM Jhalanath Khanal was set on Fire by the Protestors, his wife is burπt alive!
પોલીસ ગોળીબારમાં ૨૦ યુવકોનાં મોત નિપજતાં મામલો વધુ ઉગ્ર બનવા સાથે તેનો વ્યાપ વધી ગયો હતો. આજે મંગળવારે સવારથી જ હજારો યુવાનો સરકારની વિરુદ્ધમાં દેખાવો કરવા સાથે આંદોલનને ઉગ્ર બનાવ્યું હતું. સવારથી જ તોફાની ટોળાઓએ સરકારી ઈમારતોને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું.
Gen-Zએ કહ્યું- આ હિંસા અમારી નથી, આ તકવાદીઓનું કામ નેપાળમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, ‘Gen-Z’ જૂથોએ આ હિંસા અને તોડફોડથી પોતાને દૂર રાખ્યા છે. ‘Gen-Z નેપાળ’, ‘હામી નેપાળ’ અને ‘હાઉ ટુ દેશ વિકાસ’ જેવા જૂથોએ સોશિયલ મીડિયા પર નિવેદનો જારી કરીને કહ્યું કે આ હિંસા તેમની નથી.
તેમણે કહ્યું- કેટલાક જૂથો પોતાના ફાયદા માટે આ હિંસા કરી રહ્યા છે. Gen-Zએ વિરોધીઓને શાંતિ જાળવવા અપીલ કરી. Gen-Zએ કહ્યું- આ તકવાદીઓ અને નિષ્ફળ નેતાઓનું કામ છે જે અમારા આંદોલનને બદનામ કરવા માગે છે.
નેપાળની સંસદ, સુપ્રીમકોર્ટ, વડાપ્રધાન ઓલીનું નિવાસસ્થાન તથા મંત્રીઓના નિવાસસ્થાન પૂર્વ મંત્રીઓના નિવાસસ્થાનોમાં ઘૂસી જઈ તોડફોડ કરવા સાથે આગ ચાંપી દેતાં ચારેબાજુ ધુમાડાના ગોટા જોવા મળતાં હતાં.
આગની જ્વાળાઓ વચ્ચે યુવાનો વધુ ઉગ્ર બન્યા હતાં. સમગ્ર દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બનતાં આખરે ઓલીએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. તોફાની ટોળા વડાપ્રધાન ઉપરાંત મંત્રીમંડળના સભ્યોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. જેના પગલે નેપાળના જવાનોએ આોલીને તથા અન્ય મંત્રીઓને ખાસ હેલિકોપ્ટરમાં રેસ્ક્યુ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા.
જોકે, તે પહેલાં નાણામંત્રી ટોળાનાં હાથમાં આવી જતાં તેમને રસ્તા ઉપર દોડાવી દોડાવીને માર્યા હતા. ટોળાએ પૂર્વ વડાપ્રધાન ઝાલનાથના નિવાસસ્થાન ઉપર હુમલો કર્યાે હતો આ સમયે પૂર્વ પીએમ અને તેમની પત્ની રવિલક્ષ્મી ઘરમાં હાજર હતા. આ બંનેને ટોળાએ માર માર્યાે હતો અને ઘરમાં જ આગ ચાંપી દેતા રવિલક્ષ્મી ગંભીર રીતે દાઝી જતાં તેનું મોત નિપજ્યું હતું. ટોળાએ તમામ મંત્રીઓના નિવાસસ્થાનો સળગાવી દીધા બાદ રાષ્ટ્રપતિભવનને પણ આગ ચાંપી દીધી હતી.
ટોળાએ ત્યારબાદ જેલ ઉપર કબજો જમાવ્યો હતો અને જેલમાંથી પૂર્વ નાયબ વડાપ્રધાનને બહાર કાઢ્યા હતા. ગઈકાલે દેખાવો કરી રહેલાં વિદ્યાર્થીઓ ઉપર ગોળીબારનો આદેશ કરનાર પોલીસ અધિકારી ડીએસપીને આજે ટોળાએ ઘરમાંથી બહાર ખેંચી કાઢી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ટોળાંએ બેંકો ઉપર પણ હુમલો કર્યાે હતો અને મોટાપાયે લૂંટફાટ કરી હતી. જોકે, વિદ્યાર્થીઓના આ આંદોલનના કારણે ભડકે બળી રહેલાં નેપાળમાં આખરે સત્તા પલટો થઈ ગયો છે.
કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહ કાર્યકારી વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે. અને તેમણે આંદોલનકારીઓને શાંતિ જાળવવા પણ અપીલ કરી હતી. બીજી બાજુ, નેપાળ લશ્કરે સમગ્ર દેશમાં પરિસ્થિતિ યથાવત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી અને આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાનો પણ નિર્ણય કર્યો હતો.
નેપાળમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર સીમા દળએ ભારત-નેપાળ સરહદ પર દેખરેખ વધારી દીધી હતી. એસએસબીએ સુરક્ષા જવાનો અને સર્વેલન્સ વધારી દીધું હતું તેમજ નેપાળમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, એસએસબીએ તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ જવાનોને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો હતો.
નેપાળમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે દેશનું રાજકીય ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને સેનાના હેલિકોપ્ટરમાં સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નેપાળની સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. પ્રદર્શનકારીઓએ નેપાળની ફેડરલ સંસદને આગ ચાંપી દીધી છે.
એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ કે.પી. શર્મા ઓલીના નિવાસસ્થાને, રાષ્ટ્રપતિ ભવન, નેપાળી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં પણ આગ ચાંપી દીધી છે.એવામાં હાલ નેપાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળના પૂર્વ વડાપ્રધાનના પત્નીનું નિધન થયું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકાર ઘરમાં હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.
ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ તેમના પત્નીને પણ માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાલઘૂમ થયેલા પ્રદર્શનકારીઓએ સિંહ દરબાર પરિસરમાં આ નેતાઓને માર માર્યો હતો.
તો નાણામંત્રી વિષ્ણુ પૌડેલને કાઠમંડુમાં તેમના ઘર નજીક દોડાવી દોડાવીને મારવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક આંદોલનકારી વિષ્ણુ પૌડેલની છાતી પર લાત મારતો જોવા મળે છે. નેપાળમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસાની વચ્ચે, મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી ઁસ્ અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવી-દોડાવીને માર્યો. નેપાળથી આવેલા એક વીડિયોમાં બિષ્ણુ પ્રસાદ પૌડેલ કાઠમંડુની એક ગલીમાં દેખાય છે, જ્યાં પ્રદર્શનકારીઓ તેમને ઘેરી વળે છે. તેઓ તેમને દોડાવવા લાગે છે અને એક પ્રદર્શનકારી લાત મારતા તેઓ નીચે પડી જાય છે.
ત્યારબાદ, પ્રદર્શનકારીઓ તેમને પકડીને લઈ જાય છે.બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળના એક મોટા રાજનેતા છે. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુએમએલ)ના ઉપાધ્યક્ષ છે. પૌડેલ તાજેતરમાં ત્રીજા દહલ મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રી રહ્યા હતા. આ પહેલા પણ તેઓ ઘણીવાર મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્્યા છે.
તેઓ ૨૦૨૧માં નાયબ વડાપ્રધાન રહ્યા અને ગૃહ મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, જળ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પણ સંભાળી ચૂક્્યા છે. નાણા મંત્રાલય તેમણે બે વખત (૨૦૨૦-૨૧ અને ૨૦૧૫-૧૬) સંભાળ્યું છે. જળ મંત્રાલયની જવાબદારી તેમણે ૧૯૯૪-૯૯, ૨૦૦૮-૦૯ અને ૨૦૨૧માં પણ સંભાળી હતી. નેપાળથી મળતી જાણકારી અનુસાર નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ દેશના આર્મી ચીફ અશોક સિગ્ડેલ સાથે વાતચીત કર્યા બાદ રાજીનામું આપી દીધું છે.
આર્મી ચીફ અશોક સિગ્ડેલે કે.પી. શર્મા ઓલીને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. આ પછી, ઓલીને પોતાનું પદ છોડવાની ફરજ પડી. આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા બાદ નેપાળી સેના હવે મંત્રીઓને તેમના નિવાસસ્થાને સુરક્ષા આપવામાં લાગી છે.
સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ રહી છે. પ્રદર્શનકારીઓએ દેશભરમાં અનેક સ્થળોએ આગચંપી, હિંસા અને લૂંટફાટ કરી છે. ઘણા મંત્રીઓના ઘરો પર હુમલો કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવ્યા છે. આ પછી સેનાએ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અંગે વહીવટીતંત્રને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. હાલ નેપાળમાં સ્થિત કોઈપણ નાગરિક ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ પણ અન્ય મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરી શકે છે.