Western Times News

Gujarati News

યુક્રેનમાં રશિયાના ગ્લાઇડ બોમ્બ હુમલામાં ૨૧નાં મોત, બે ડઝનથી વધુ લોકો ઘાયલ

કીવ, રશિયાએ યુક્રેનના એક ગામડા પર કરેલા ગ્લાઇડ બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા હતાં અને બે ડઝન લોકો ઘાયલ થયાં હતાં. ડોનેત્સ્ક પ્રાંતના યારોવા ગામમાં પેન્શન મેળવવા માટે લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે તેમના પર ભયાનક વિસ્ફોટ થયો હતો, એમ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી અને એક પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું.

આ હુમલાને ક્›રતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ ત્રણ વર્ષના યુદ્ધમાં ૧૨,૦૦૦થી વધુ યુક્રેનિયન નાગરિકોના મોત થયા છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે દુનિયાએ ચૂપ ન રહેવું જોઈએ. દુનિયાએ નિષ્ક્રિય ન રહેવું જોઈએ. અમેરિકા અને યુરોપે વળતા પગલાં લેવાની જરૂર છે.

જી-૨૦ દેશોએ પણ પ્રતિક્રિયા આપવી જોઇએ. રશિયાને મોતનું તાંડવ મચાવતા રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.તાજેતરના મહિનાઓમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના શાંતિ સ્થાપવાના પ્રયાસો તેજ બન્યાં છે, પરંતુ તેમાં હજુ સુધી કોઇ પ્રગતિ થઈ નથી. બીજી તરફ રશિયાએ યુક્રેન પરના તેના હુમલાને વધુ ભીષણ બનાવ્યાં છે.

રવિવારે રશિયાએ રાજધાની કિવ પર ૮૦૦ ડ્રોન અને ૧૫ મિસાઇલોથી હુમલો કર્યાે હતો, જે ૨૪ ફેબ્›આરી, ૨૦૨૨ના રોજ યુદ્ધ શરૂ થયા પછીનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. અમેરિકા અને યુરોપના અધિકારીઓએ રશિયા પર વધુ દબાણ લાવવાના પગલાં લેવાની વિચારણા કરવા માટે અમેરિકાના એક બેઠક યોજી હતી.

આ બેઠકમાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર નવા પ્રતિબંધો અને ટેરિફ સહિતના પગલાંની વિચારણા થઈ હોવાનું માનવામાં આવે છે. આ મંત્રણા મંગળવારે પણ ચાલુ રહેવાની ધારણા છે.

ગ્લાઇડ બોમ્બ સચોટ ટાર્ગેટ પર હુમલો કરતાં બોમ્બ છે, જે પાંખોનો ઉપયોગ કરીને સપાટ, ગ્લાઇડિંગ ફ્લાઇટ માર્ગ બનાવે છે અને દૂરથી લક્ષ્ય સુધી પહોંચે છે. તેનાથી આવા બોમ્બ છોડવા માટેના વિમાનો એર ડિફેન્સ સિસ્ટમના હુમલાથી સુરક્ષિત રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.