કતારમાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, હમાસના વડામથકને ટાર્ગેટ કર્યું

જેરુસલેમ, હમાસના આતંકવાદીઓ સામેની લડતનો વ્યાપ વધારતા ઈઝરાયેલે કતારના પાટનગર દોહા ખાતે હવાઈ હુમલા કર્યા છે અને હમાસના રાજકીય વડામથકને ટાર્ગેટ કર્યું છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગી હોવાના સંકેત મળતા હતા ત્યારે જ ઈઝરાયેલે ફરી હુમલા વધારી દીધા છે. હુમલા બાદ દોહાના આકાશ પર કાળા વાદળો છવાઈ ગયા હતા.
આ હુમલામાં મોત અને ઈજાગ્રસ્તોની વિગતો હજુ બહાર આવી નથી. હમાસે ઓક્ટોબર, ૨૦૨૩માં ઈઝરાયેલમાં નિર્દાેષ નાગરિકોની કત્લેઆમ કર્યા પછી આતંકવાદી સંગઠનની માઠી દશા બેઠી છે.
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં બીજી વખત કતાર પર સીધો હુમલો થયો છે. ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલાઓ વચ્ચે પણ કતાર એરવેઝ દ્વારા તેની સેવાઓ યથાવત રખાઈ હતી દોહામાં લેન્ડિંગ કરાયુ હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ વિમાન લેન્ડ થયું તે સમયે કતાર એરફોર્સનું ઓછામાં ઓછું એક વિમાન આકાશમાં પેટ્રોલિંગ કરી રહ્યુ હતું.
કતારે ઈઝરાયેલના આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. કતારના વિદેશમંત્રીએ જણાવ્યુ હતું કે, ઈઝરાયેલે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કર્યાે છે. હમાસ સામેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ઈરાન પર બોમ્બ વરસાવ્યા હતા.
૧૨ દિવસ ચાલેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન અમેરિકન એરફોર્સે કતારના અલ-ઉદેદ એરબેઝને પોતાનું મિડલ ઈસ્ટનું સેન્ટ્રલ કમાન્ડ સ્ટેશન બનાવ્યું હતું. અમેરિકાનો સાથ આપવા બદલ ઈરાને પણ થોડા સમય પહેલા કતાર પર હુમલો કર્યાે હતો. હવે અમેરિકાના ખાસ મિત્ર રાષ્ટ્ર ઈઝરાયેલે પણ કતારને નિશાન બનાવ્યું છે.SS1MS