કુતુબ મિનાર કરતા પણ ઉંચા રેલવે પુલ પરથી પસાર થઈ ટ્રેન (જૂઓ વિડીયો)

બઈરબી-સાયરંગ રેલ પરિયોજના-આઝાદીના 78 વર્ષ પછી પહેલીવાર મિઝોરમની રાજધાનીને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડાશે
મિઝોરમ ની આંતરરાષ્ટ્રીય સરહદો મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાય છે, તેથી આ રેલ લાઇન વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
બઈરબી-સાયરંગ રેલ પરિયોજના ઉત્તર-પૂર્વ ભારતની સૌથી મહત્વાકાંક્ષી પરિયોજનામાંની એક છે, જે આઝાદીના 78 વર્ષ પછી પહેલીવાર મિઝોરમની રાજધાનીને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડી રહી છે. તેની કુલ લંબાઈ લગભગ 51.38 કિલોમીટર છે. તે આસામના બઈરબી સ્ટેશનથી શરૂ થાય ને મિઝોરમના સાયરંગ સુધી પહોંચે છે.
આ પરિયોજના 4 સેક્શનમાં પૂર્ણ થઇ છે.જેમાં બઈરબી-સાયરંગ રેલ પરિયોજનામાં બઈરબી- હરતકી સેક્શન(16.72 KM), હરતકી- કાવનપુઇ સેક્શન (9.71 KM), કાવનપુઇ- મુઅલખાંગ સેક્શન (12.11 KM), મુઅલખાંગ- સાયરંગ સેક્શન (12.84 KM) સામેલ છે.
Inspected the Bairabi–Sairang rail line project set for inauguration by PM @narendramodi Ji tomorrow. pic.twitter.com/jH9ObDznlf
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 12, 2025
આ પરિયોજનામાં 4 નવા સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે, જે હરતકી, કોનપુઇ, મુઅલખાંગ અને સાયરંગ છે. આ સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મુસાફરો અને માલવાહક બંને માટે તૈયાર કરવામાં આવ્યા છે.
આ પરિયોજનાનો ખર્ચ લગભગ 8071 કરોડ રૂપિયા છે. તેનો મોટાભાગનો હિસ્સો ટનલ અને પુલથી ઉપરથી પસાર થાય છે. મુશ્કેલ ડુંગરાળ પ્રદેશ, ગાઢ જંગલો અને ભારે વરસાદ જેવા કુદરતી પડકારોને કારણે તે દેશના સૌથી જટિલ એન્જિનિયરિંગ પરિયોજનાઓમાં ગણવામાં આવે છે.
આ પરિયોજના એન્જિનિયરિંગનું અદભુત ઉદાહરણ છે, જેમાં 48 ટનલ (કુલ લંબાઈ 12,853 મીટર), 55 મોટા પુલ, 87 નાના પુલ, 5 રોડ ઓવર બ્રિજ (ROB) અને 6 રોડ અંડર બ્રિજ (RUB) શામેલ છે. આમાં સૌથી નોંધપાત્ર સંરચના પુલ નં.196 છે, જેની ઉચ્ચાઈ 114 મીટર છે, જે કુતુબ મિનાર કરતા 42 મીટર ઊંચો છે.
આ રેલવે લાઇન મિઝોરમની રાજધાની આઈજોલની ખૂબ નજીક સુધી પહોંચે છે. મિઝોરમ ની આંતરરાષ્ટ્રીય સરહદો મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાય છે, તેથી આ રેલ લાઇન વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
Manipur is a vital pillar of India’s progress. Addressing a programme during the launch of development initiatives in Churachandpur. https://t.co/1JENvDXOoE
— Narendra Modi (@narendramodi) September 13, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિઝોરમમાં બઈરબીથી સાયરંગ સુધીની નવી રેલવે લાઇનનો શિલાન્યાસ 29 નવેમ્બર 2014 ના રોજ કરવામાં આવ્યો હતો.
આ રેલ લાઇન થી મિઝોરમનો સંપર્ક અસમ અને શેષ ભારત સાથે સરળ થશે. આનાથી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઝડપી સુનિશ્ચિત થશે, વેપાર માં વૃદ્ધિ થશે અને સ્થાનિક ઉત્પાદનોને મોટા બજારો મળશે.
મિઝોરમની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક વારસા સુધી પહોંચવું સરળ થશે , જેનાથી પર્યટન ઉદ્યોગને નવી ગતિ મળશે. આનાથી સ્થાનિક લોકોની આજીવિકા માટે નવી અને લાંબાગાળાનો અવસર પણ પૈદા થશે.
આ પરિયોજના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની સંકલ્પના ને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.