Western Times News

Gujarati News

હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આતુર છુંઃ PM મોદી

File Photo

પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકાના સંબંધોની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી

Ahmedabad,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારત-અમેરિકાના સંબંધોની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રી મોદીએ કહ્યું કે બંને રાષ્ટ્રો આપણા બંને લોકોના ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરશે.

X પર અમેરિકાના રાષ્ટ્રપતિના પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું: “ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે આપણી વેપાર વાટાઘાટો ભારત-અમેરિકાના ભાગીદારીની અમર્યાદિત સંભાવનાઓને ખોલવાનો માર્ગ મોકળો કરશે.

અમારી ટીમો આ ચર્ચાઓને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આતુર છું. અમે આપણા બંને દેશનાં લોકો માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.

PM tweeted on X : India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward to speaking with President Trump. We will work together to secure a brighter, more prosperous future for both our people.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.