રાજેશ પાવરને દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી રૂ. 143.11 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો

AI Image
અમદાવાદ, ભારતની અગ્રણી અંડરગ્રાઉન્ડ પાવર ટ્રાન્સમિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇપીસી કંપની રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરપીએસએલ) આજે જાહેરાત કરી હતી કે કંપનીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડનો ટર્નકી કોન્ટ્રાક્ટ મળ્યો છે.
આ કોન્ટ્રાક્ટમાં ડીજીવીસીએલ હેઠળના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં એસઆઈ (સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ) સ્કીમ હેઠળ હાલના 11/22kV એચટી ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ/એમવીસીસી સિસ્ટમમાં ફેરવવાની કામગીરી સામેલ છે.
આ કોન્ટ્રાક્ટ જટિલ અંડરગ્રાઉન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં અમદાવાદ હેડક્વાર્ટર સ્થિત કંપનીની નિપુણતા દર્શાવે છે અને ઇપીસી સેગમેન્ટમાં તેની લીડરશિપનો પુનરોચ્ચાર કરે છે.
આ અંગે રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સાથે ભાગીદારી કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કોન્ટ્રાક્ટ મેળવવો એ અમારી મજબૂત અમલીકરણ ક્ષમતાઓ તથા સ્થિતિસ્થાપક તથા ભવિષ્ય માટે તૈયાર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ કોન્ટ્રાક્ટ સાથે અમે ગુજરાતના વિશ્વસનીય વીજ વિતરણ નેટવર્કમાં યોગદાન આપવા અને આધુનિક યુટિલિટીઝ માટેના રાજ્યના વિઝનને ટેકો આપવા માટે આતુર છીએ.
સમગ્ર ભારતમાં ઉચ્ચ મૂલ્યના પ્રોજેક્ટ્સ પૂરા કર્યાના મજબૂત ટ્રેક રેકોર્ડ સાથે રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડ દેશના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.
About Rajesh Power Services Limited
RPSL is a leading specialized Engineering, Procurement & Construction (EPC) company engaged in the Power Transmission & Distribution Sector. RPSL is providing its services across various verticals including Turnkey execution of GIS Substations, AIS Substations, Extra High Voltage Power Cables and Transmission Lines, construction of Distribution Systems and operation and maintenance services. A concentrated, customer—focused approach and the mission to deliver timely top-class quality have enabled RPSL to maintain its position in its core business area for over five decades.
The company is executing projects in Gujarat, Rajasthan, Uttarakhand, Maharashtra and Madhya Pradesh. The Company is backed by comprehensive ISO certifications like ISO 9001, 14001, 45001, 50001, and 55001, demonstrating its commitment to safety, reliability, and innovation. Guided by values of integrity and safety, RPSL leverages modern technologies to deliver efficient, client-focused power infrastructure solutions.