ફ્રાન્સ કેમ ભડકે બળ્યું? શું છે નાગરીકોની “બ્લોક એવરીથીંગ” ચળવળ

સરકાર સામે દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
(એજન્સી)પેરિસ, નેપાળમાં સત્તા પલટા માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા અને મોટાભાગની સરકારી ઈમારતોને આગ ચાંપી હતી. આજ પદ્ધતિથી આજે બુધવારે ફ્રાન્સમાં પણ સરકારની નીતિના વિરોધમાં એક લાખથી વધુ નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ઠેર-ઠેર રસ્તા ઉપર આડાશો મૂકી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.
After France installed a Macron puppet and proposed to freeze pensions & slash €5 billion from health spending the people have taken to the street to “Block Everything.”
આ ઉપરાંત અનેક સ્થળોએ આગ ચાંપવાના બનાવો બનતાં પરિસ્થિતિ ધીમે ધીમે વણસવા લાગતાં સરકારી તંત્ર એલર્ટ થયું હતું અને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમ છતાં આંદોલનકારીઓએ પોલીસ ઉપર પણ હુમલો કરી લૂંટફાટ શરૂ કરી દીધી હતી.
નેપાળ બાદ ફ્રાન્સમાં પણ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. બુધવારે બજેટમાં કાપનો વિરોધ કરવા અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગ કરવા માટે ૧ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો ઇમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. રાજધાની પેરિસમાં આગચંપી થઈ રહી છે અને લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગચંપી પણ કરી છે. સરકારે ૮૦ હજાર પોલીસકર્મીઓને તહેનાત કર્યા છે.
અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ પ્રદર્શનકારીઓઓની ધરપકડ કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ મેક્રોનની નીતિઓઃ જનતાનો એક મોટો વર્ગ માને છે કે મેક્રોનની નીતિઓ સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ છે અને ધનિક વર્ગને ફાયદો પહોંચાડે છે. સરકારે ખર્ચમાં ઘટાડો કર્યો છે, કલ્યાણકારી યોજનાઓમાં ઘટાડો કર્યો છે અને આર્થિક સુધારા લાગુ કર્યા છે.
આનાથી સામાન્ય લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ પર દબાણ વધ્યું છે. ‘બ્લોક એવરથિંગ’ આંદોલનઃ ડાબેરી ગઠબંધન અને પાયાના સંગઠનોએ આ સૂત્ર સાથે રાષ્ટ્રવ્યાપી સ્થિરતા બનાવવા અને સરકારને નમવા માટે મજબૂર કરવા માટે એક આંદોલન શરૂ કર્યુ છે.
આ વિરોધ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. ફ્રાન્વાસ બાયરોએ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બુધવારે ફ્રાન્સમાં થયેલા પ્રદર્શનોમાં સ્થાનિક સમય મુજબ બપોરે ૧ વાગ્યા સુધીમાં કુલ ૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી પેરિસમાં ૧૭૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
લગભગ ૨૯ હજાર લોકો તેમાં સામેલ છે. સવારથી જ ૧૦૬ સ્થળોએ રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા અને આગચંપીના ૧૦૫ બનાવો નોંધાયા હતા. ચાર સુરક્ષા કર્મચારીઓને હળવી ઇજાઓ થઈ હતી. બુધવારે પેરિસમાં શ્રમ મંત્રાલયની બહાર સેંકડો કામદારોએ વેતન વધારાની માંગણી સાથે પ્રદર્શન કર્યું. સીજીટી યુનિયનના નેતા અમર લાઘાએ જણાવ્યું હતું કે ૧૦ વર્ષ સુધી કામ કર્યા પછી પણ કામદારોને ૧૬૦૦ યુરોથી વધુ વેતન મળતું નથી.
ઓચાન, કેરેફોર અને મોનોપ્રિક્સ જેવી કંપનીઓના કામદારો તેમાં જોડાયા. યુનિયનો આશા રાખે છે કે આ પ્રદર્શન ૧૮ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હડતાળ માટે માર્ગ મોકળો કરશે. ફ્રાન્સમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોને ડાબેરી રાજકીય પક્ષો પણ ટેકો આપી રહ્યા છે. ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબાઉન્ડના નેતા જીન-લુક મેલેન્ચોને ઓગસ્ટમાં જ આ આંદોલનને ટેકો આપ્યો હતો. હવે અન્ય ડાબેરી પક્ષો પણ તેમાં જોડાયા છે. બે મુખ્ય મજૂર સંગઠનોએ પ્રદર્શનમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. જોકે, મોટાભાગના યુનિયનો ૧૮ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હડતાળની રાહ જોઈ રહ્યા છે.
ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ બુધવારે વિરોધ પ્રદર્શનો વચ્ચે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નજીકના સહયોગી અને પૂર્વ સંરક્ષણ પ્રધાન લેકોર્નુ છેલ્લા બે વર્ષમાં પાંચમા વડાપ્રધાન બન્યા છે. લેકોર્નુ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં તેઓ પૂર્વ વડાપ્રધાન ફ્રાન્કોઇસ બાયરોને મળ્યા. બજેટ ખાધ ઘટાડવાની યોજના પર અસંમતિને કારણે સંસદ દ્વારા બાયરોને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસે દક્ષિણ ફ્રાન્સના બંદર શહેર માર્સેલીમાં મુખ્ય માર્ગ બ્લોક કરતા ૨૦૦ પ્રદર્શનકારીઓને અટકાવ્યા. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓ રસ્તો બ્લોક કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોક્યા. સેબેસ્ટિયન લેકોર્નુ એક વર્ષથી ઓછા સમયમાં ફ્રાન્સના ચોથા પીએમ બનવા માટે તૈયાર છે.
ભૂતપૂર્વ પીએમ ફ્રાન્કોઇસ બાયરો આજે બપોરે પેરિસમાં તેમને સત્તાવાર રીતે સત્તા સોંપશે. પેરિસ પોલીસે જણાવ્યું હતું કે ત્યાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ૧૩૨ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૨૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બુધવારથી શરૂ થયેલા ‘બ્લોક એવરીથિંગ’એટલે કે’બધું બંધ કરો’મોમેન્ટમાં ફ્રાન્સમાં ૩૦થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
આ પ્રદર્શનમાં ૧ લાખથી વધુ લોકો સામેલ છે. આ પ્રદર્શનને ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબાઉન્ડનો પણ ટેકો મળ્યો છે. આ દરમિયાન, ફ્રાન્સના ટ્રેડ યુનિયનોએ પણ કહ્યું હતું કે તેઓ ૧૮ સપ્ટેમ્બરે બજેટ દરખાસ્તો સામે દેશવ્યાપી વિરોધ કરશે. ફ્રેન્ચ ગૃહમંત્રી બ્રુનો રિટેલે જણાવ્યું હતું કે બુધવારે અનેક શહેરો અને નગરોમાં વિરોધીઓએ રસ્તાઓ બ્લોક કર્યા હતા.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે વિવિધ સ્થળોએ ઘર્ષણ થયું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. મંત્રીએ કહ્યું કે આંદોલનની શરૂઆતમાં લગભગ ૨૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સમાં, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રક્ષા મંત્રી લેકોર્નુને નવા વડાપ્રધાન બનાવ્યા છે. સેબેસ્ટિયન લેકોર્નુને રાષ્ટ્રપતિ મેક્રોનના નજીકના માનવામાં આવે છે. તેમણે મેક્રોનના ઘણા મિશનને સફળ બનાવ્યા છે.