ઈસ્તંબુલની કોર્ટે CHPની જીતને રદ કરી અને તુર્કીયેમાં સરકાર વિરુદ્ધ ઠેર ઠેર ઉગ્ર વિરોધ થયો

(એજન્સી)ઈસ્તંબુલ, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવા આરોપો છે કે રેસેપ તૈયપ એર્દોગન અને તેમની સરકાર દેશના મુખ્ય વિપક્ષી પક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટીને નબળા પાડવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરી રહી છે.
Erdogan moved against the CHP, unleashing mass protests, police crackdowns, and a nationwide social media blackout.
આ બધાના મૂળમાં કોર્ટનો નિર્ણય છે, જેના કારણે ઈસ્તંબુલમાં મોટા પાયે વિરોધ શરૂ થયા છે. હવે પરિસ્થિતિ કાબુ બહાર થઈ રહી છે અને લગભગ સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, તુર્કીયેમાં હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે ઈસ્તંબુલની એક કોર્ટે ગત અઠવાડિયે શહેરમાં સીએચપીની ૨૦૨૩ની જીતને રદ કરી દીધી. આ નિર્ણયમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓ દરમિયાન થયેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,
જેમાં પ્રતિનિધિઓની પસંદગીને પ્રભાવિત કરવા માટે પૈસા લેવાના આરોપોનો પણ સમાવેશ થાય છે. કોર્ટનો નિર્ણય મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઈસ્તંબુલ તુર્કીયેનું સૌથી મોટું શહેર અને સીએચપીનો ગઢ પણ છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીનો વિજય રેસેપ તૈયપ એર્દોગનની પાર્ટી માટે ઝટકો હતો.