આતંકવાદને પોષતા દેશની શીખામણની જરૂર નથીઃ ભારત

જીનીવા, સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવાધિકાર કાઉન્સિલમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢતાં ભારતે જણાવ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે જોખમી નેટવર્કને નાણાં અને આશ્રયસ્થાન આપતાં ટેરર સ્પોન્સર દેશે ભારતને શિખામણ આપવાની કોઇ જરૂર નથી.
જીનીવામાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે અમારે આતંકવાદના પ્રાયોજક પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી.
માનવાધિકાર કાઉન્સિલની ડિબેટમાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ ટિપ્પણી કર્યા પછી ત્યાગીએ સણસણતો જવાબ આપ્યો હતો. પહેલગામના હત્યાકાંડને યાદ કરતા ત્યાગીએ જણાવ્યું હતું કે, આપણે ૯/૧૧ના હુમલાને ભૂલવો ન જોઇએ, કારણ કે આવતીકાલે તેની વરસી છે.
પાકિસ્તાનને આ હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો.લઘુમતીઓની સ્થિતિ અંગે સ્વિટ્ઝર્લૅન્ડે કરેલી ટિપ્પણીઓને આશ્ચર્યજનક અને ખોટી માહિતી ગણાવીને ભારતે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડે વંશવાદ, ભેદભાવ અને ઝેનોફોબિયા જેવા પોતાના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
અગાઉ સ્વિસ પ્રતિનિધિએ કહ્યું હતું કે તેમનો દેશ ભારત સરકારને લઘુમતીઓના રક્ષણ માટે અસરકારક પગલાં લેવા તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયાની સ્વતંત્રતાના અધિકારોને જાળવી રાખવાની હાકલ કરે છે.SS1MS