જામનગરની સગીરા પર ગેન્ગ રેપ કેસમાં ૪ આરોપીને ૨૦ વર્ષની સજા

જામનગર, જામનગરમાં ૧૫ વર્ષીય સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ચાર આરોપીઓને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે આઠ આરોપીને નિર્દાેષ જાહેર કર્યા છે. આ સાથે પીડિતાને પાંચ લાખનું વળતર આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરના એક ગામમાં ૧૨ શખ્સોએ ૧૫ વર્ષની સગીરાને અલગ-અલગ સ્થળે લઈ જઈને બળાત્કાર ગુર્જાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ૩૧ જુલાઈ ૨૦૨૨ના રોજ પીડિતાની માતાએ પંચ ‘એ’ ડિવિઝનમાં ૧૨ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ આર.પી. મોંઘેરાએ હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબભા ઉર્ફે ભીખુભા જાડેજા અને મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને દોષિત ઠેરવ્યા છે. પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ ૧૦ વર્ષની કેદ અને રૂ.૧૦ હજારનો દંડ તથા કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની કેદ અને રૂ.પાંચ હજારના દંડની સજા ફટકારી છે.
દંડ ન ભરવાના કિસ્સામાં વધુ બે વર્ષની કેદની સજા થશે. જ્યારે અન્ય આરોપીઓ નિર્દાેષ છૂટ્યા છે.કોર્ટે પીડિતાને રૂ. પાંચ લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યાે છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારની સગીરા પર કેટલાક શખ્સોએ વારાફરતી શરીર સંબંધો બાંધ્યા હતા.
જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેણે બાળકને જન્મ આપ્યો હતો. તે ગુનાની તપાસ દરમિયાન તમામ શખસોની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.SS1MS