Western Times News

Gujarati News

યુએઈને કચડીને એશિયા કપમાં ભારતનો ઝળહળતો પ્રારંભ

દુબઈ, સ્પિનર કુલદીપ યાદવની વેધક બોલિંગ અને શિવમ દૂબેની એટલી જ અસરકારક બોલિંગની મદદથી ભારતે એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે યુનાઇટેડ આરબ અમિરાતને નવ વિકેટે કચડી નાખીને ટુર્નામેન્ટનો ઝળહળતો પ્રારંભ કર્યાે હતો.

અહીંના દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યાદવે સાત રનમાં ચાર વિકેટ ખેરવતાં યુનાઇટેડ આરબ અમિરાતની ટીમ ૧૩.૧ ઓવરમાં માત્ર ૫૭ રનમાં આઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ભારતે ૪.૩ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો. ભારત માટે ઓપનર અભિષેક શર્માએ ૧૬ બોલમાં ત્રણ સિક્સર સાથે ૩૦ અને શુભમન ગિલે નવ બોલમાં અણનમ ૨૦ રન ફટકાર્યા હતા.

આ મેચના વિજય સાથે ભારત ગ્‰પમાં મોખરે પહોંચી ગયું છે. તે હવે ૧૪મીએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. અગાઉ કુલદીપ યાદવ સામે યુનાઇટેડ આરબ અમિરાતના બેટર્સ શરણે થઈ ગયા હતા.

ભારતે ટોસ જીત્યા બાદ હરીફ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. યુએઈએ શરૂઆત તો પ્રભાવશાળી કરી હતી પરંતુ આ પ્રારંભ ચોથી ઓવર સુધી જ ટક્યો હતો.

જસપ્રિત બુમરાહે ઓપનર આલિશાન શરાફુને એક ખૂબસુરત બોલમાં બોલ્ડ કર્યાે તે સાથે જ ગૃહટીમની વિકેટોનું પતન શરૂ થઈ ગયું હતું. યુએઈના ઓપનર્સને બાદ કરતાં બાકીનો કોઈ બેટર ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો તે તો ઠીક પરંતુ તેના બાકીના કોઈ બેટ્‌સમેન પૂરા સાત બોલ પણ રમી શક્યા ન હતા.

પાંચમી ઓવરમાં કુલદીપ યાદવ ત્રાટક્યો હતો અને તે સાથે યુએઈનું પતન શરૂ થઈ ગયું હતું. તેણે ઇનિંગ્સની નવમી ઓવરમાં કમાલ કરી હતી અને ત્રણ વિકેટ ખેરવીને હરીફ ટીમની ઇનિંગ્સ અને પડકારના અંતનો પ્રારંભ કરી દીધો હતો.ઓપનર શરાફુએ ૧૭ બોલમાં એક સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે ૨૨ રન ફટકાર્યા હતા તો કેપ્ટન વસિમે ૧૯ રન ફટકાર્યા હતા.

ઇનિંગ્સના અંત ભાગમાં શિવમ દૂબેએ પણ કમાલ કરી હતી. તેણે ૧૩મી ઓવરમાં વિકેટ લીધી હતી. જોકે આ દરમિયાન જુનૈદ સિદ્દીકી એક બોલને રમીને ક્રિઝની થોડો જ બહાર રહી ગયો હતો અને વિકેટકીપર સંજુ સેમસને થ્રો કરતાં અમ્પાયરે રિવ્યૂ બાદ તેને સ્ટમ્પ આઉટ જાહેર કર્યાે હતો પરંતુ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદલે ખેલદિલી દાખવીને બેટરને પરત બોલાવી લીધો હતો. જોકે તે લાંબું ટકી શક્યો ન હતો અને ત્યાર પછીના વાઈડ બાદના બોલે સૂર્યાના હાથમાં કેચ આપી બેઠો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.