ગોવિંદાએ લગભગ બધી જ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કર્યુંઃ સુનીતા

મુંબઈ, બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સુનીતાની ગોવિંદા સાથેની લવ-હેટ રિલેશનશિપે તેના ચાહકોને ખૂબ કન્ફ્યુઝન કરી રહી છે.
ક્યારેક સુનીતા ગોવિંદા પર આરોપ લગાવે છે તો ક્યારેક સુનિતા ગોવિંદાના વખાણ કરી આદર્શ પતિ જણાવે છે. હવે રિયાલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા’માં સુનીતાએ ગોવિંદાને લઈને ખુલાસા કર્યા હતા.હાલમાં જ સુનીતા ‘પતિ પત્ની ઔર પંગા’ શોમાં ગેસ્ટ બની પહોંચી હતી.
આ શોના હોસ્ટ મુન્નાવર ફારુકીએ સુનીતાને ડાન્સ કરવા કહ્યું. સુનીતાએ ફારુકીને તેના અંદાજમાં જવાબ આપ્યો કે ‘મે તેરી બીવી નંબર થોડી હૂં, જો તુ મેરે સાથ ડાન્સ કર રહા હૈ’.
સુનીતા કોમેન્ટ કરતા કહ્યું કે તેણે લાગે છે કે આ શો તેના અને ગોવિંદાના લગ્નથી જ પ્રેરિત છે. સુનીતાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, ગોવિંદાએ લગભગ બધી જ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કર્યું છે.
પરંતુ સોનાલી બેન્દ્રે એવી એક્ટ્રેસ છે, જેના સાથે ગોવિંદાએ ક્યારેય ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યાે જ નથી. આ સાંભળી સોનાલી પણ શરમાઈ ગઈ. શોમાં ઈશા માલવિયાએ સુનીતાને તેના પતિ ગોવિંદાને રેટિંગ આપવા કહ્યું. ત્યારે સુનીતાએ કહ્યું કે, તેનો પતિ ખૂબ મોડો આવે છે. તે ઘણીવાર ફોન મિસ કરે છે. જવાબદારીઓની વાત કરીએ તો સુનિતાએ ગોવિંદાને ૭ માર્ક્સ આપ્યા.
ઈશાએ પછી સુનીતાને સંબંધમાં પ્રામાણિકતાને રેટિંગ આપવા કહ્યું. સુનીતાએ પ્રામાણિકતામાં ૬ નંબર આપ્યો. સુનીતાની રેટિંગ સાંભળી દર્શકો પણ આશ્ચર્યમાં મુકાયા. સુનિતાએ ‘પતિ પત્ની ઔર પંગા’ શોમાં ભાગ લેવાનો અનુભવ અદ્ભુત ગણાવ્યો. તેણે કહ્યું કે તેને ફરીથી ગોવિંદાના ગીતો પર નાચવાનો આનંદ આવ્યો. સોનાલી બેન્દ્રે સાથે સમય વિતાવવો તેના માટે ખૂબ જ ખાસ હતો.SS1MS