ઋષભ શેટ્ટીની ‘કંતારા ચેપ્ટર ૧’ પર કેરળમાં પ્રતિબંધ લાગી શકે

મુંબઈ, ‘કંતારા ચેપ્ટર ૧’ ૨ ઓક્ટોબરે થિએટરમાં રિલીઝ થવાની છે, આ ફિલ્મ ઋષભ શેટ્ટીની માઇથોલોજિકલ એક્શન ડ્રામા ફિલ્મ ‘કંતારા’ની પ્રિક્વલ તરીકે આવશે. આ ફિલ્મને ઋષભ શેટ્ટીએ જ ડિરેક્ટ કરી છે. હવે એવા અહેવાલો છે કે કેરળમાં આ ફિલ્મને પૃથ્વીરાજ સુકુમારનનું પૃથ્વીરાજ પ્રોડક્શન્સ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહી છે.
ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ પર કેરળમાં પ્રતિબંધ લાગી શકે છે. આ અહેવાલો અનુસાર ફિલ્મ એક્ઝિબીટર્સ યુનિયન ઓફ કેરાલાના પ્રમુખ વિજયકુમારે જાહેર કર્યું છે કે પૃથ્વીરાજ પ્રોડક્શન્સે ફિલ્મ રિલીઝના બે અઠવાડિયામાં થિએટરની આવકમાંથી ૫૫ ટકા પ્રોફિટ શેરની માગણી કરી છે. જોકે, આ સંસ્થાએ આ શરતોનો વિરોધ કર્યાે છે, તેથી આ ફિલ્મ પર પ્રતિબંધ લાગી શકે છે.
વિજયકુમારે સ્થાનિક મીડિયાને જણાવ્યા અનુસાર, “હાલ જે નિયમો છે, તે અનુસાર કેરળમાં રિલીઝ થતી અન્ય ભાષાની ફિલ્મમાંથી શરુઆતના દિવસોમાં માત્ર ૫૦ ટકા પ્રોફિટ શેર જ માગી શકાય છે.
અમે પેન્ડેમિક દરમિયાન ખાસ કિસ્સામાં ડિસ્ટ્રીબ્યુટર્સને ૫૫ ટકા હિસ્સાની છૂટ આપી હતી. હાલની સ્થિતિએ અમે આ માગણીઓની છૂટ આપતા નથી.”તેમણે આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે જ્યારે કેરળની બહાર કોઈ મલયાલમ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે મલયાલન ફિલ્મ પ્રોડ્યુસર્સને માત્ર ૩૦થી ૪૦ ટકા હિસ્સો જ મળે છે.
વિજયકુમારે કહ્યું, “કેરળમાં થુડ્રમ એક મોટી હિટ હતી, પરંતુ જ્યારે તે ફિલ્મ રાજ્યની બહાર ડિસ્ટ્રિબ્યુટ થઈ ત્યારે પ્રોડ્યુસર રણજીતને મોટું નુકસાન થયું હતું. મોટા પ્રોડક્શન હાઉસે પ્રોફિટ શેરમાં મોટો હિસ્સો માગતા હોય છે, તેઓ પણ ૩૦થી ૪૦ ટકામાં માનવા તૈયાર હતા.”
જોકે, આ પ્રતિબંધ લાગી ગયો છે, તે અંગે પૃથ્વીરાજ પ્રોડક્શન્સે એસોસિએશનને કોઈ પ્રતિસાદ આપ્યો નથી, તે પછી જ આ પ્રશ્નનું નિરાકરણ આવી શકશે.SS1MS