Western Times News

Gujarati News

આમિર ખાને દાદાસાહેબ ફાળકેના રોલ માટે પુષ્કળ વજન વધાર્યું

મુંબઈ, આમિર ખાન તાજેતરમાં એકદમ સ્થૂળ બની ગયો હોવાનું દર્શાવતી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. એક અનુમાન પ્રમાણે તેણે દાદાસાહેબ ફાળકેની બાયોપિક માટે વજન વધાર્યું છે. સોશિયલ મીડિયા સાઈટ્‌સ પર આ વિશે ટીકાટીપ્પણનો મારો થયો હતો.

કેટલાક ચાહકોએ લખ્યું હતું કે આમિર હવે એક સિનિયર સિટિઝન છે. ઉંમર ઉંમરનું કામ કરે. તે સદાકાળ યુવાન દેખાય તેવી અપેક્ષા રાખી શકાય નહિ. રાજકુમાર હિરાણી આ બાયોપિક બનાવી રહ્યા છે. આ માટે હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

એ સમયના યુગને યથાતથ બનાવવા માટે વીએફએક્સ ઉપરાંત એઆઈનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. દાદાસાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ ગણવામાં આવે છે. તેમણે ૧૯૧૩માં ભારતની પહેલી ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.