એક થા ટાઈગર ફિલ્મનો સ્પાય મ્યુઝિયમમાં સમાવેશ થતાં નવાઈ

મુંબઈ, અમેરિકાના વોશિંગ્ટન ડીસીના સ્પાય મ્યુઝિમમાં જાસૂસી ફિલ્મો અને વેબ સીરિઝનું એક કલેક્શન રજૂ કરાયું છે. તેમાં ભારતમાંથી સલમાન ખાન અને કેટરિના કૈફની ‘એક થા ટાઈગર’નો સમાવેશ થયાના અહેવાલોથી ચાહકોને નવાઈ લાગી હતી.
ફિલ્મના દિગ્દર્શક કબીર ખાને પણ કહ્યું હતું કે આ બાબતે પોતાને ખાસ જાણકારી નથી. આ મ્યુઝિયમની મુલાકાત લેનારા કેટલાક લોકોએ ફિલ્મનું પોસ્ટર જોઈ તેને મેસેજ કર્યાે હતો. બીજી તરફ ફિલ્મ ચાહકોએ આ વાત જાણીને નવાઈ અનુભવી હતી. કેટલાક લોકોએ તો આ સ્પાય મ્યુઝિયમમાં ફિલ્મના સમાવેશ માટે શું ધારાધોરણો છે તે વિશે પણ સર્ચ કર્યું હતું.
જોકે, આ મ્યુઝિયમે તે વિશે બહુ સ્પષ્ટ વિગતો આપી નથી. કેટલાક ચાહકોએ જણાવ્યું હતું કે વાસ્તવમાં આલિયા ભટ્ટની ‘રાઝી’ અને જોન અબ્રાહમની ‘મદ્રાસ કેફે’ વધુ બહેતર સ્પાય ફિલ્મો છે.
વર્ષાે અગાઉ બોલીવૂડ સર્જકો તેમની ફિલ્મની સ્ક્રિપ્ટને ઓસ્કર લાયબ્રેરીમાં સ્થાન મળ્યું હોવાનું ધુપ્પલ પબ્લિસિટી ખાતર ચલાવતા હતા. જોકે, બાદમાં સ્પષ્ટ થયું હતું કે આ માટે કોઈ ક્રાઈટેરિયા હોતો નથી અને કોઈપણ ફિલ્મ સર્જક પોતાની સ્ક્રિપ્ટ આ લાયબ્રેરીનાં કલેક્શન માટે મોકલી શકે છે.SS1MS