વિરપુરની પૌરાણિક વાવ જાળવણીના અભાવે બદતર હાલતમાં

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર નજીક ઝમઝર રોડ પરની વાવની બિસ્માર હાલત થઈ ગઈ છે. ઐતિહાસિક વાવની જાળવણી ન થતાં હાલમાં વાવ ઉપર ઝાડવાઓ ઉગ્યા છેં જેથી ઐતિહાસિક વાવ ખડેર થઇ રહી છેં. વિરપુર ઝમઝર માતાજીના મંદિર નજીક રોડ પર આવેલ આશરે ચાર સો વર્ષ જૂની વાવ ની હાલત બદતર થયેલ છે
જે અન્ય સ્થાપત્યોની જેમ વાવોની જાળવણી કરવામાં તંત્ર બેદરકાર પુરવાર થયેલ છે. અગાઉ ઐતિહાસિક વાવના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો. ગામના લોકો તળાવ અને નજીકમાં આવેલ વાવના પાણી નો ઉપયોગ કાયમ કરતા હતા.
જેના કારણે વાવ ના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર પણ આ વાવોની જાળવણી પહેલા કરાતી હતી.વિરપુર ઝમઝર માતાજીના મંદિરે દર વર્ષે આઠમ ના દિવસે લોક મેળો યોજાય છેં ઐતિહાસિક વાવ જે માતાજીના મંદિર દિવાબત્તી થતા હતા. એમ જ સંધ્યાકાળે આરતી પુજારી મંદિરોમાં કરવામાં આવે છે.
ચારસો વર્ષ પહેલાની આ ઝમઝર માતાજીના ડુંગર નજીકની વાવ તરીકે ઓળખાય છે. ” આ વાવ જાળવણી ના અભાવે ચારે તરફ ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળેલ છે. જેથી વાવ પાસે જવું અશક્ય છેં આવી અનેક વાવો આજે વિરપુર તાલુકામાં આવેલી છે. તેની જાળવણી થાય તે જરૂરી છે.