823 કરોડના ખર્ચે તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના નારણપુરા સ્પોર્ટસ સંકુલનું રવિવારે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે નારણપુરા સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ કરશે (જૂઓ વિડીયો)
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટસ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રૂ.૮ર૩ કરોડના ખર્ચથી આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આગામી ૧૪ તારીખે અમિતભાઈ શાહ કરશે.
Ahmedabad’s under-construction international-standard sports complex in the Naranpura area will be named Veer Savarkar Sports Complex. The project, a part of the city’s infrastructural upgrade for the 2036 Olympics
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ર૯મે ર૦રર ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલ સુચનો અને ભલામણોના આધારે ૮રપ૦૭ ચો.મી. (અંદાજે ર૧ એકર) જમીનમાં ૧,૧૮,૮૭૭.ર૭ ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી
અને રૂ.૮ર૩.પર કરોડના અંદાજીત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના રમતગમત વિભાગના સુચનો અનુસાર બનાવવામાં આવેલ છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા માટેનો ઉદેશ માત્ર ખેલાડીઓ માટે સુવિધાઓ પુરી પાડવાનો નથી. પરંતુ રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર મજબુત પણે ઉભું કરવાનું છે.
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને તેની ગુણવત્તા અને સુવિધાઓને ખુબજ સરાહના આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એશીયમ એકવેટીક ચેÂમ્પયનશિપ અને કોમનવેલ્થ ગેઈમ્સની વર્લ્ડ વેઈટલીફટીગ ચેÂમ્પયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલ સ્પોર્ટસ ખાતે યોજાનાર છે. આમ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચુકેલ છે.
આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં કુલ ૭ મેઈન ગેટ રાખવામાં આવેલ છે. જે પૈકી ૪ ગેઈટ દર્શકો માટે રહેશે અને ૩ ગેટ ખેલાડીઓ, વી.આઈ.પી. તેમજ મીડીયા માટે અલગથી રાખવામાં આવેલ છે. જેથી વ્યવસ્થા જળવાઈ રહે.
વધુમાં સ્પર્ધા માટેના બન્ને વિશિષ્ટ બિલ્ડીંગો સ્પોર્ટસ અરીના અને એકવાટીક કોમ્પ્લેક્ષમાં દર્શકો અને સ્પર્ધકોની એન્ટ્રીની અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સ્પર્ધકો માટે સીધો પ્રવેશ ફીલ્ડ ઓફ પ્લે એરીયામાં રાખવામાં આવેલ છે. જયારે કે દર્શકો સીધા જ તેની બેઠક વ્યવસ્થામાં જ પ્રવેશ કરી શકશે. આમ, આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના આયોજન અંગે ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવેલ છે.