અંકલેશ્વર કૃષ્ણ નગરમાં ભાડાના મકાનમાં રહેતા ૪૦ વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું

અંકલેશ્વર, અંકલેશ્વર કૃષ્ણ નગરમાં ભાડાના મકાનમાં રહેતા ૪૦ વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ચાર દિવસ પૂર્વે જ ઘરમાં યુવકે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
મૂળ ઝાડેશ્વરનો યુવક પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકોને ખબર પડતાં તેઓએ પોલીસને જાણ કરી હતી, જેમાં પોલીસ ટીમે મૃતદેહને નીચે ઉતાર્યાે હતો.
બનાવની વિગતો અનુસાર, ભરૂચ ઝાડેશ્વરનો અને હાલ હાંસોટ રોડ પર આવેલ કૃષ્ણ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા કમલેશભાઈ સોમજીભાઈ રાવલને સ્થાનિક રહીશોએ ચાર દિવસ પૂર્વે સોસાયટીમાં જોયો હતો.
ત્યારબાદ તેની ગેરહાજરી જોઈને પત્ની ચાર દિવસ પછી ઘરે પરત આવી અને ઘર ખોલી જોયું તો તે ડરી ગઈ હતી. સ્થાનિકોની મદદથી શહેર ઈ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
દરવાજો તોડી અંદર પ્રવેશતા અંદર બેડરૂમના પંખાના હુકમાં ફાંસો બનાવી ૪૦ વર્ષીય કમલેશે આપઘાત કરી દીધો હોવાનું સામે આવ્યું. પોલીસ ડાગુઓની મદદથી મૃતદેહને નીચે ઉતાર્યાે હતો.યુવકની પત્ની ચાર દિવસ પૂર્વે જ પિયર માં અંકલેશ્વર આંબાવાડી ખાતે ગઈ હતી.
જે ચાર દિવસ બાદ ઘર સાફ કરવા આવી ત્યારે પતિએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું. પોલીસે પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આપઘાત થયો હોવાનું નોંધ્યું અને મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો હતો. તેમજ મૃતકના પરિજનોનો સંપર્ક કરી આપઘાત પાછળનું કારણ શોધવાની તજવીજ શરૂ કરી હતી.SS1MS