પ્રવેશબંધી ઉઠાવી લેવાતાં હિલસ્ટેશન માઉન્ટ આબુ પર્યટકોથી ધમધમ્યું

માઉન્ટ આબુ, તાજેતરમાં માઉન્ટ આબુમાં પડેલા ભારે વરસાદને કારણે ઘુમ રોડ પરનો રસ્તો ધોવાઈ ગયો હતો. જેને કારણે ત્રણ દિવસ પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. જેને કારણે બજારો સુમસામ બની હતી. આ દરમિયાન રોડને લઈ થયેલા કામ બાદ પ્રવાસીઓ અને નાના વાહનોના પ્રવેશબંધી ઉઠાવી લેતાં ગુરુવારે માઉન્ટ આબુ પર્યટકોથી ધમધમી ઉઠ્યું હતું.
માઉન્ટ આબુથી આબુ રોડનો ઘુમ નજીક ૨૪ ફૂટનો રસ્તો છે જે પૈકી ૯ ફૂટ સુધી ધોવાઈ ગયો હતો. જેને કારણે પહેલાં મોટા વાહનો અને ત્યારબાદ સોમવારથી નાના વાહનો અને પર્યટકોના આવવા પર પ્રવેશબંધી કરાઈ હતી.
આ દરમિયાન જાહેર બાંધકામ વિભાગના અધિક્ષક ઇજનેર રમેશ બરાડા અને માઉન્ટ આબુના સબ-ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. અંશુ પ્રિયાના વડપણ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે.
રમેશ બરાડાએ દાવો કર્યાે છે કે ૭ દિવસમાં એક બોક્સ બનાવીને દીવાલનું આરસીસી ભરવામાં આવી રહ્યું છે જેમાં છિદ્રો પણ બનાવવામાં આવશે જેથી ભવિષ્યમાં પાણી નીકળી શકે.૨૨ મીટર ઊંચી અને ૧૨થી ૧૩ મીટર જાડી દીવાલ બનાવવામાં આવી રહી છે. બ્લોક બનાવવામાં આવશે અને ઇઝ્રઝ્ર નાખવામાં આવશે જેથી આબુ રોડ માઉન્ટ આબુ માર્ગ પર આવી ઘટના ન બને.
માઉન્ટ આબુના સબડિવિઝન અધિકારી ડૉ. અંશુ પ્રિયાએ પણ સ્થળનું સતત નિરીક્ષણ કર્યું અને તમામ વ્યવસ્થાઓનો અભ્યાસ કર્યાે અને બુધવારે જે રીતે નિર્ણય લેવામાં આવ્યો કે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ૧૨ મુસાફરો સુધીના નાના વાહનોમાં આવી શકશે.માઉન્ટ આબુમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓને ત્રણ દિવસ માટે રોકવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રનો આ નિર્ણય યોગ્ય હતો.SS1MS