Western Times News

Gujarati News

કલ્યાણીને દેશની પહેલી ફિમેલ સુપર હિરો બનવાનું ગૌરવ

મુંબઈ, મલયાલમ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શને ૨૦૧૭માં અખિલ અક્કિનેની સાથેની ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તે ધીરજપૂર્વક સ્ક્રીપ્ટ્‌સ વાંચતી રહી અને ફિલ્મ પસંદ કરવામાં ઘણું ધ્યાન રાખતી. હવે તેની ધીરજનું પરિણામ તેને મળી ગયું છે. તાજેતરમાં તેની સાઈ-ફાઇ ફિલ્મ ‘લોકા ચેપ્ટર ૧’ રિલીઝ થઈ છે, જેમાં તે ચંદ્રાનો રોલ કરી રહી છે.

તે દેશની પહેલી ફિમેલ સુપર હિરો છે, સાથે જ તે એવી પહેલી મલયાલમ એક્ટ્રેસ બની છે, જેની ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરી હોય. તેની ગણતરી હવે મોટી કમાણી કરતી એક્ટ્રેસની યાદીમાં થવા લાગી છે.

મોહનલાલની ‘એમપુરાણ-૨’ની ૨૬૫.૫ કરોડની કમાણી, ‘થુડારમ’ ૨૩૪.૫ કરોડ તેમજ ૨૦૨૪માં આવેલી ‘મંજુમેલ બોય્ઝ’ની ૨૪૦ કરોડની કમાણી પછી આ ફિલ્મે ૧૦ દિવસમાં વર્લ્ડવાઇડ ૨૦૨ કરોડની કમાણી કરી લીધી છે.મલયાલમ ફિલ્મોમાં ફિમેલ લીડ ફિલ્મ બહુ ઓછી હોય છે, ત્યારે લોકાના આંકડા મહત્વના બની જાય છે.

ત્યારે આ ફિલ્મ વિશે તાજેતરમાં કલ્યાણી પ્રિયદર્શને આ બાબતે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે એવું પણ કહ્યું હતું કે ફિલ્મની આ કમાણી સમગ્ર ટીમની મહેનતનું પરિણામ છે. કલ્યાણીએ કહ્યું હતું, “મેં જ્યારે ફિલ્મ સાઇન કરી, ત્યારે મેં આ ફિલ્મ કોઈ ઇતિહાસ સર્જી દેશે એવું વિચાર્યું નહોતું. તેથી લોકો જ્યારે આવું કહે છે, ત્યારે ખરેખર ભાવુક થઈ જવાય છે.

મેં આ સ્ક્રિપ્ટને માત્ર એક મજા પડે એવી ફિલ્મ તરીકે જોઈ હતી અને મારે તેનો ભાગ બનવું હતું. પરંતુ ધીરે ધીરે સમય સાથે મને આ મોટી ફિલ્મનો ભાર અનુભવાતો થયો હતો.” કલ્યાણીએ આગળ કહ્યું,“પરંતુ હું નહોતી ઇચ્છતી કે લોકોને એવું અનુભવાય કે, હું આખી ફિલ્મ મારા ખભ્ભા પર લઇને ચાલું છું. આવું કહીને હું સમગ્ર ટીમના અમુલ્ય કામ અને મહેનતનું શ્રેય ન લઈ શકું.

દરેકે ભરપુર મહેનત કરી છે.” “સુપરહિરોઝ હંમેશા આપણને મોટાં સપનાં જોવાં પ્રેરિત કરે છે અને જો ચંદ્રા બારતની પહેલી ફિમેલ સુપર હિરો, જો કોઈ એક છોકરીને પણ એવો વિચાર આપી શકે કે છોકરીઓ પણ તેમની રીતે શક્તિશાળી હોય છે, તો એ જવાબદારીનો ભાર ઉઠાવવા હું ગૌરવ અનુભવું છું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.