પંજાબના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખખાન મદદે આવ્યો

મુંબઈ, પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જન-જીવન વેર-વિખેર થઈ ગયું છે. હજારો લોકોને ઘર છોડી સ્થળાંતર કરવું પડ્યું છે.
હવે આ સંકટ વચ્ચે બોલિવૂડના કલાકારો પણ પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. અભિનેતા શાહરૂખ ખાનની મીર ફાઉન્ડેશન અને સ્થાનિક એનજીઓ મળીને પ્રભાવિત પરિવારને મદદ કરી રહી છે.
મીર ફાઉન્ડેશન દ્વારા પંજાબમાં પીડિતોને આવશ્યક રિલીફ કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં દવાઓ, હાઇજીનથી જોડાયેલી વસ્તુ, ખાવા-પીવાનો સામાન, મચ્છરદાની, તાડપત્રી, ફોલ્ડિંગ બેગ, કોર્ટનના ગાદલા અને જરૂરી વસ્તુઓ સામેલ છે. આ મદદ અમૃતસર, પટિયાલા, ફાઝિલ્કા અને ફિરોઝપુર જેવા જિલ્લાના કૂલ ૧૫૦૦ પરિવાર સુધી પહોંચશે.
આ સંસ્થાનો ઉદ્દેશ્ય આ પરિવારોને ફરીથી આત્મનિર્ભર બનવામાં મદદ કરવાનો અને તેમને જીવનનિર્વાહ માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો છે.
શાહરૂખે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘પંજાબમાં આ વિનાશક પૂરથી પ્રભાવિત લોકોનું દુઃખ સાંભળીને મારું હૃદય પીગળી રહ્યું છે. હું તેમને દુવા અને હિંમત મોકલી રહ્યો છું. પંજાબ ક્યારેય હિંમત ન હારે.
ભગવાન બધાને આશીર્વાદ આપે.’ જણાવી દઈએ કે, અભિનેતા શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશન એસિડ એટેક પીડિતા અને મહિલાઓ માટે કામ કરે છે. જરૂર પડશે તો હંમેશા આ ફાઉન્ડેશન મદદ માટે આગળ રહેશે. કોવિડ-૧૯ દરમિયાન પણ મીર ફાઉન્ડેશને ઓક્સિજન, રાશન પણ પૂરું પાડ્યું હતું. હવે ફરી એકવાર પંજાબ પૂરમાં પ્રભાવિત લોકોને મદદ માટે આ સંસ્થા આગળ આવી છે.SS1MS