Western Times News

Gujarati News

HMDએ રૂ. 8,999ની ખાસ કિંમતે HMD Vibe 5G લોંચ કર્યો, 

ફીચર ફોન રેન્જમાં HMD 101 અને 102 4Gનો ઉમેરો કર્યો

 નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર, 2025: મોબાઇલ ડિવાઇસ નિર્માતા એચએમડીએ આજે​​ ભારતીય બજાર માટે તેના નવા ડિવાઇસ પોર્ટફોલિયોમાં ત્રણ ઉમેરા – HMD Vibe 5G, HMD 101 4G અને HMD 102 4G લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નવા લોંચ એચએમડીના પોર્ટફોલિયો ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જેમાં એફોર્ડેબલ નેક્સ્ટ-જેન 5G પર્ફોર્મન્સથી લઈને કોમ્પેક્ટ અને વિશ્વસનીય 4G ફીચર ફોનનો સમાવેશ થાય છે.

HMD Vibe 5G – વાઇબ સાથે 5G સફર શરૂ કરો

HMD Vibe 5Gએ એચએમડીના એફોર્ડેબલ 5G સ્માર્ટફોન શ્રેણીમાં પ્રવેશને દર્શાવે છે, જે ગ્રાહકોને મજબૂત પ્રોસેસિંગ, સરળ વિઝ્યુઅલ્સ અને બેજોડ કેમેરા સેટઅપનું મિશ્રણ પ્રદાન કરે છે.

મુખ્ય વિશેષતાઃ

–          ડિસ્પ્લે6.67” HD+ HID LCD, 90Hz રિફ્રેશ રેટ

–          કેમેરારિયર – 50એમપી + 2એમપી | ફ્રન્ટ – 8એમપી

–          બેટરી5000એમએએચ, 18વોટ ફાસ્ટ ચાર્જિંગ (ચાર્જર ઇન-બોક્સ)

–          કનેક્ટિવિટી5G (9 બેન્ડ્સ)

–          ઓપરેટિંગ સિસ્ટમએન્ડ્રોઇડ 15 સાથે બે વર્ષ સુધી ક્વાર્ટરલી સિક્યુરિટી અપડેટ

–          પ્રોસેસરયુનિસોક T760, 6nm, 2.2GHz ઓક્ટા-કોર

–          મેમરી4જીબી રેમ, 4જીબી વર્ચ્યુઅલ રેમ, 128જીબી રોમ

–          વધુ: 1 વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી, સમર્પિત નોટિફિકેશન લાઇટઇન-બોક્સ જેલી કેસ

HMD 101 4G અને HMD 102 4G – સરળ, વિશ્વસનીય 4G ફીચર ફોન

HMD 101 4G અને HMD 102 4G એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેઓ આવશ્યક ફીચર્સ, સરળ ઉપયોગિતા અને 4G કનેક્ટિવિટી સાથે વિશ્વસનીય ડિવાઇસ ઇચ્છતા હોય.

મુખ્ય વિશેષતાઓઃ

–          ડિસ્પ્લે2” QQVGA

–          કનેક્ટિવિટીયુએસપી ટાઇપ-સી, બ્લુટુથ, ડ્યુઅલ સીમ, 4G

–          બેટરી1000એમએએચ

–          મેમરી32 જીબી એક્સટર્નલ મેમરીને સપોર્ટ કરે છે

–          વોરંટી: 1 વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી

–          ફીચર્સએફએમ રેડિયો (વાયર્ડ/વાયરલેસ)એમપી3 પ્લેયરક્લાઉડ એપ્સટોર્ચલેનયાર્ડ હોલ

–          ડિઝાઇન: લાર્જ બટન, ટોર્ચ, લેનયાર્ડ હોલ

–          કલર્સ:

o   HMD 101 4G: ડાર્ક બ્લુરેડબ્લુ

o   HMD 102 4G: ડાર્ક બ્લુ, રેડ, પર્પલ

–          HMD 102 4G માં ફ્લેશ સાથે QVGA કેમેરા, સ્ટાઇલિશ ડિઝાઇન સાથે મેળ ખાતું કલર કીપેડ પણ છે.

આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં એચએમડી ઇન્ડિયા અને એપીએસીના વાઇસ પ્રેસિડેન્ટ અને સીઇઓ રવિ કુંવરે કહ્યું હતું કે, “HMD Vibe 5G, HMD 101 4G અને HMD 102 4G અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. HMD Vibe 5G સ્માર્ટફોન સાથે અમે આગામી પેઢીની કનેક્ટિવિટીને વધુ સુવિધાજનક બનાવી રહ્યા છીએ તેમજ HMD 101 4G અને HMD 102 4G દ્વારા અમે સરળતા અને વિશ્વસનીયતા પ્રદાન કરતાં રહીશું, જે ઘણા યુઝર્સને તેમના રોજિંદા જીવનમાં મૂલ્ય પ્રદાન કરે છે.”

ઉપલબ્ધતાઃ

HMD Vibe 5G રૂ. 8,999ની વિશેષ ફેસ્ટિવ પ્રાઇઝ ઉપર લોંચ થઇ રહ્યું છે. આ ઉપરાંત HMD 101 4G અને HMD 102 4G અનુક્રમે રૂ. 1,899 અને રૂ. 2,199ની શરૂઆતી પ્રાઇઝ ઉપર ઉપલબ્ધ થશે. આ ડિવાઇસ ભારતમાં 11 સપ્ટેમ્બર, 2025થી અગ્રણી રિટેલ સ્ટોર્સ, મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને HMD.com દ્વારા પણ ઉપલબ્ધ થશે. વર્ષ 2025 માટે એચએમડીની વધુ કેટલાંક મહત્વપૂર્ણ જાહેરાતો વિશે વધુ વિગતો માટે જોડાયેલા રહો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.