કોઝવે પરથી પસાર થઈ રહેલા ૩ લોકો હાથમતી નદીમાં તણાયા

પ્રતિકાત્મક
સાબરકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબક્્યો. ધોધમાર વરસાદને પગલે હિમંતનગરમાં હાથમતી નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો. હાથમતી નદીનું ઘણા વર્ષો બાદ રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે હિંમતનગર હાથમતી નદી પરના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા.
કોઝવે પરથી પસાર થવાનું યુવાનોને ભારે પડ્યું. ૩ લોકો કોઝવે પરથી પસાર થતા હાથમતી નદીમાં તણાયા.હિંમતનગરમાં હાથમતી નદી પર મહેતાપુરા પોલોગ્રાઉન્ડને જોડતા કોઝવે પરથી આ ત્રણ લોકો પસાર થઈ રહ્યા હતા. કોઝવે પરથી બે યુવકો અને એક મહિલા જોખમી રીતે પસાર થતા પાણીના પ્રવાહમાં ખેંચાયા અને ત્રણ લોકો નદીના પાણીમાં તણાયા.
કોઝવે પર ત્રણ લોકો નદીમાં તણાતા સ્થાનિકોએ તુરંત તેમને બચાવવા પ્રયાસ કર્યો. દરમિયાન ૨ યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ નદીના પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર નીકળી શક્્યા. જ્યારે તેમની સાથે એક મહિલા હતી તે નદીમાં તણાઈ. મહિલા તણાતા આસપાસના લોકો દોડી આવ્યા છતાં મહિલાને બચાવી ન શક્્યા.
સ્થાનિકો દ્વારા આ ઘટનાની તત્કાળ તંત્રને જાણ કરવામાં આવી. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને હાથમતી નદીમાં તણાયેલ મહિલાની શોધખોળ હાથ ધરી. અત્યાર સુધી મહિલાની કોઈ ભાળ મળી નથી.
ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે હાથમતી જળાશય છલકાયું. રવિવારના દિવસે મોડી સાંજ પછી હાથમતીમાંથી પાણી છોડવામાં આવ્યું. હાથમતીમાં પીકપ વિયરમાંથી અંદાજે ૨૦ હજાર ક્્યુસેકથી વધુ પાણી ઓવરફ્લો થતા ૭ હજાર ક્્યુસેકથી વધુ પાણી છોડાયું. હાથમતી નદીમાંથી પાણી છોડાતા મહેતાપુરાના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા. અને ત્યાંથી પસાર થતા આખરે ત્રણ લોકો નદીના પાણીમાં તણાયા. જેમાં ૨નો બચાવ થયો અને ૧ની શોધ ચાલુ છે.