Western Times News

Gujarati News

ચાર્લી કર્કનો હત્યારાને મોતની સજા મળશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

કર્કની હત્યા યૂટા વેલી યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી

વોશિંગ્ટન,  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે રૂઢિવાદી એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની હત્યામાં એક સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. બુધવારે યૂટા વેલી યુનિવર્સિટીના એક પ્રોગ્રામ દરમ્યાન કર્કની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરોને પકડવા માટે દેશવ્યાપી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ હવે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરાઈ છે. તેની સાથે જ હુમલાખોરને પકડવા માટેનું સર્ચ ઓપરેશન ખતમ થયું છે.

ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને લાગે છે કે તે અમારા હાથમાં આવી ગયો છે. તેમણે આગળ કહ્યું કે શંકાસ્પદને જાણનારા એક વ્યક્તિએ તેને પકડાવ્યો છે. તેની સાથે જ ટ્રમ્પે પોતાના કટ્ટર સમર્થકની હત્યાને ફરી એક વાર જઘન્ય ગણાવ્યું છે.

તેમણે કહ્યું કે તેને કોઈ નજીકનાએ તેને પકડાવ્યો છે. એક મંત્રી અને તેના પિતાએ પકડવામાં મદદ કરી. હાલ સંદિગ્ધ પોલીસ હેડક્વાર્ટરમાં છે. મને આશા છે કે તેને મોતની સજા મળશે. ટ્રમ્પે કહ્યું કે, હાલમાં એ ખબર નથી કે શંકાસ્પદ કોઈ મોટા નેટવર્કનો ભાગ હતો કે નહીં.

લેખક, પોડકાસ્ટ હોસ્ટ અને રૂઢિવાદી છાત્ર સમૂહ ટ‹નગ પોઈન્ટ યૂએસએના સહ સંસ્થાપક કર્કની હત્યા યૂટા વેલી યુનિવર્સિટીમાં કરવામાં આવી. કર્ક ૩૦૦૦ લોકો સામે સામૂહિક ગોળીબારી પર એક સવાલનો જવાબ આપી રહ્યો હતો. ત્યારે સ્નાઈપરે ગોળી ચલાવી, જે તેના ગળામાં જઈને વાગી, ત્યાર બાદ દર્શકોની વચ્ચે અફરાતફરી મચી ગઈ.

એફબીઆઈ અને રાજ્ય અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર ઘટનાની ઠીક પહેલા કેમ્પસમાં આવ્યો અને ગોળીબાર કરતા પહેલા સીડીઓ ચડી છત પર ગયો હતો.
હુમલો કર્યા બાદ તે કૂદીને નજીકના એક વિસ્તારમાં ભાગી ગયો. બાદમાં તપાસકર્તાને એક જંગલી વિસ્તારમાં હાઈ પાવરવાળી બોલ્ટ એક્શન રાઈફલ મળી આવી. આ દરમ્યાન તેમણે હુમલાખોરના હાથ અને પગના નિશાન પણ જપ્ત કરી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.