VMCના ૧૨૩૨ કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી

પ્રતિકાત્મક
કર્મચારીઓને પરિપત્ર મુજબ ઘર ભાડાનો લાભ આપવા ચીફ ઓડિટરની કચેરીમાં મીટીંગ રાખવામાં આવેલ હતી
વડોદરા, વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓને ગુજરાત સરકારના ધોરણે છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડા (ૐઇછ) તફાવત હિસાબી શાખા પરિપત્ર મુજબ ચુકવવામાં આવેલ છે, કેટલાક કર્મચારીઓને પરિપત્રમાં દર્શાવેલ તારીખ પ્રમાણે ખાતા દ્વારા કાર્યવાહી થયેલ ના હોવાના કારણે અંદાજીત ૧૨૩૨ જેટલા કર્મચારીઓને ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી. તેવા કર્મચારીઓને પરિપત્ર મુજબ ઘર ભાડાનો લાભ આપવા ચીફ ઓડિટરની કચેરીમાં મીટીંગ રાખવામાં આવેલ હતી.
જેમાં ચીફ ઓડિટર, ચીફ એકાઉન્ટન્ટ અને આઈ.ટી. ડારરેકટર હાજર રહેલ હતા. ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી તેવા કર્મચારીઓને હિસાબી શાખા મુજબ ઘર ભાડા ચુકવવા અંગે કરવાની થતી કાર્યવાહી અંગેની ચર્ચાની મિનીટસ તૈયાર કરવામાં આવી છે.
જે વિભાગના કર્મચારીઓને તા.૩૧.૧૨.૨૦૨૪ મુજબ ઘર ભાડા તફાવત ચુકવવાનો બાકી હોય તેવા તમામ વિભાગો દ્વારા કર્મચારીઓના વર્ષ ૨૦૧૬ના બેઝીક પગાર ધ્યાને લઇ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ના સમયગાળા દરમ્યાન દર વર્ષ જુલાઈ માસમાં છોડવા પાત્ર છઠ્ઠા પગાર પંચ મુજબ નોશનલ ઇજાફો ઉમેરીને દરેક વર્ષના જુલાઈ માસનો બેઝિક પગાર તેમજ ગ્રેડ-પે તેમજ છઠ્ઠા પગાર પંચ મુજબ સ્થગિત કરેલ ઘર ભાડાની વિગતો ભરી તેને ઓડિટ વિભાગમાંથી
તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં વેરીફાય તેમજ માન્ય કર્યા બાદ આઈ.ટી. વિભાગમાં મોકલવાના રહેશે. આઈ.ટી. વિભાગ દ્વારા ઓડિટ તરફથી માન્ય થયેલ પત્રક મુજબ તેમજ તેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધીના દરેક વર્ષના જુલાઈ માસના બેઝીક પગાર તથા ગ્રેડ પેની સાથે સ્થગિત કરેલ ઘર ભાડાની વિગતો ધ્યાને લઇ ૦૧.૦૭.૨૦૧૭થી ૩૦.૦૯.૨૦૨૨ સુધીના ઘર ભાડા તફાવતના પત્રકો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં તૈયાર કરવાના રહેશે
જેને સંબધિત મહેકમ કલાર્કે આઇ.ટી. વિભાગમાંથી મેળવી લેવાના રહેશે. સંબંધિત વિભાગના મહેકમ કલાર્કે ઘરભાડા તફાવતના પત્રકોની ચકાસણી કરી જરૂર જણાય તેમાં સુધારો કરી તેના પર કચેરી વડાની સહી કરાવી ઓડિટ વિભાગ પાસેથી તા.૦૧થી ૧૫ ઓકટોબર સુધીમાં મંજુર કરાવી લેવાના રહેશે. ઓડિટ શાખા દ્વારા મંજુર થયેલ ઘર ભાડા તફાવતના પત્રકો હિસાબી શાખામાં મોકલી આપવાના રહેશે.
હિસાબી શાખા દ્વારા ઘર ભાડા તફાવતની રકમ નવેમ્બર-૨૫ (પેઈડ ઈન ડિસેમ્બર-૨૫)ના પગાર સાથે ચુકવણા લગત આગળની કાર્યવાહિ હાથ ધરવાની રહેશે. જે વિભાગના કર્મચારીઓને હિસાબી શાખા પરિપત્ર મુજબ ઘર ભાડા તફાવત ચુકવવાનો બાકી હોય તેવા તમામ વિભાગો દ્વારા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.
પ્રક્રિયા બાદ પણ આ પ્રકારના ચુકવણા બાકી રહે તો ચુકવણા લગતની કાર્યવાહી અર્થે દર વર્ષના જાન્યુઆરી માસમાં ડેટા ફોર્મ ઓડીટ શાખાએથી મંજુર કરાવી માર્ચમાં (પેઈડ ઈન એપ્રીલમાં) ચુકવણા ફરવાના રહેશે.