મહેમદાવાદમાં થયેલી છ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

વિધવા વૃદ્ધા ના ઘરમાં મધ્ય રાત્રિ પછી ઘૂસી ગયેલ બે લુટારૂ એ ઊંઘતા વૃદ્ધા ઊંઘતાના હાથે પહેરેલ રૂપિયા ૬ લાખની સોનાની ચાર બંગડીઓ બળજબરીથી કાઢી લઈ લૂંટી ગયા હતા
(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ નગરમાં નડિયાદી દરવાજા વિસ્તારમાં આવેલ સુથાર ખડકીમાં એકલા રહેતા વિધવા વૃદ્ધા ના ઘરમાં મધ્ય રાત્રિ પછી ઘૂસી ગયેલ બે લુટારૂ એ ઊંઘતા વૃદ્ધા ઊંઘતાના હાથે પહેરેલ રૂપિયા ૬ લાખની સોનાની ચાર બંગડીઓ બળજબરીથી કાઢી લઈ લૂંટી ગયા હતા મહેમદાવાદ પોલીસે આ બનાવ માં બેને પકડી લીધા છે અને મુદામાલ જપ્ત કર્યો છે
મળતી માહિતી મુજબ મહેમદાવાદ નગરમાં નડિયાદી દરવાજા વિસ્તારમાં આવેલ સુથાર ખડકીમાં વૃદ્ધ વિધવા ચંપાબેન હીરાલાલ પરસોત્તમભાઇ પાદરીયા (કાછીયા પટેલ) ઉ.વ.૮૨ ના બંને દીકરા વડોદરા ખાતે રહે છે જેથી વૃદ્ધા ઘરમાં એકલા જ રહે છે. મધ્યરાત્રી પછી બે વાગ્યાના સુમારે વૃદ્ધા ચંપાબેન ના ઘરમાં બે લૂંટારૂ ઘુસ્યા હતા સાથે એક લુટારૂ પલંગ પર ઘસ ઘસાટ ઊંઘતા વૃદ્ધા ચંપાબેન પર બુમો ન પાડે તે માટે મોઢુ દબાવી ચડી બેઠો હતો
આ દરમિયાન બીજા લૂંટારૂ એ વૃદ્ધા ચંપાબેન ને બંને હાથે પહેરેલ રૂપિયા ૬ લાખની કિંમતની સોનાની ચાર બંગડીઓ બળજબરીથી કાઢી લઈ લૂંટી લીધી હતી બાદ બન્ને લૂંટારા ફરાર થઈ ગયા હતા મહેમદાવાદ પોલીસે આ અંગે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી
મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આર.એમ. પરમાર અને ડી.બી. રાવલની ટીમ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.
આ ઉપરાંત, અંગત અને ભરોસાપાત્ર બાતમીદારો તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ પ્રયાસોના પરિણામે, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ , રણજીતસિંહને એક સંયુક્ત અને સચોટ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, આયુષ કેતુલભાઇ પંચાલ (રહે. મહેમદાવાદ, નડિયાદી દરવાજા) અને ફરીદખાન ફીરોજખાન પઠાણ (રહે. મહેમદાવાદ, ખાત્રજ દરવાજા બહાર) નામનાં બે ઇસમો લૂંટમાં ગયેલા મુદ્દામાલ સાથે મોટરસાયકલ નંબર જી.જે.૦૭ સી.એફ. ૩૪૫૧ પર મહેમદાવાદ તરફ આવી રહ્યા છે.
આ આધારભૂત માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કબ્રસ્તાન ચોકડી પાસે ઉપરોક્ત બંને ઇસમોની મોટરસાયકલ રોકીને અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કરવામાં આવતા, તેમણે ગુનાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી લૂંટમાં ગયેલી સોનાની ચાર નંગ બંગડીઓ, જેનું વજન છ તોલા અને કિંમત રૂપિયા ૬,૦૦,૦૦૦/- હતી, તે કબજે કરવામાં આવી હતી.
આરોપીઓએ કબૂલ્યું કે આ બંગડીઓ તેમણે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ રાત્રિના ૨ઃ૦૦ વાગ્યાની આસપાસ ચંપાબેન હીરાલાલ પરસોત્તમભાઇ પાદરીયા (રહે. સુથારની ખડકી, નડિયાદી દરવાજા, મહેમદાવાદ) ના ઘરે રાત્રિના સમયે પ્રવેશ કરીને ચોરી કરી હતી. પોલીસે આ બંને આરોપીઓની અટકાયત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.