અમરેલીની મહિલાનો સાબુ નેપાળ સુધી પહોચ્યોઃ મહિને 50 હજારની આવક

ગામના નાનકડા ઘરમાં બેઠા તેમણે પોતાનું ઉત્પાદન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોચાડ્યું છે.-મહિલા ઉદ્યોગ સાહસિકે ઘરમાં ઓર્ગેનિક સાબુ બનાવી લાખોની આવક મેળવી
અમરેલી, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામની એક સામાન્ય ગૃહિણી ગોહિલ ભાવનાબેન ઘરમાં બેઠા સૌ ટકા ઓર્ગેનિક અને હર્બલસાબુ તૈયાર કરી દર મહિને ૪૦ થી ૫૦ હજાર રૂપિયા સુધીની આવક મેળવી રહી છે. ભાવનાબેનનું શિક્ષણ ધો.૭ સુધી જ છે. પરંતુ શીખવાની તલપ અને કંક અલગ કરવાની ઈચ્છાએ તેમને આજે આ સ્થાને પહોચાડ્યા છે.
ઘરની સામાન્ય પરિસ્થિતિમાં જીવતી ભાવનાબેન એક દિવસ વિચાર કર્યો કે કેમ નવું કામ કરવું જોઈએ, જેથી ઘરના ખર્ચમાં મદદ મળે સાબુ બનાવવાનો વિચાર તેમને કુદરતી ઔષધિય છોડ અને ઘરેલું ઉપરાચર પ્રત્યેના રસને કારણે આવ્યો સૌ પ્રથમ તેમણે લીમડાના પાનમાંથી સાબુ બનાવવાનો પ્રયોગ કર્યો અને ગામના થોડાક લોકોમાં તેનો વેચાણ કર્યુ
સાબુની ગુણવત્તા અને સુગંધને કારણે લોકો ખુશ થયા અને માંગ વધવા લાગી આજે ભાવનાબેન માત્ર લીમડાના જ નહીં પરંતુ ૧૫થી વધુ પ્રકારના સાબુ બનાવે છે.તેમાં લીમડો, બીટ, કેસુડો, ચંદન, હલ્દી, કેસર,એલોવીરા, ગુલાબ, કોફી, ટમેટા, તુલસીજેવા વિવિધ કુદરતી ઘટકોનો સમાવેશ થાય છે. દરેક સાબુની પોતાની વિશેષતા છે જેમ કે લીમડાનો સાબુ ત્વચાના રોગો માટે લાભકારી, હલ્દી કેસરનો સાબુ ચહેરા પર ચમક આપે, ચંદનનો સાબુ ત્વચાને ઠંડક આપે છે. આ બધા સાબુ રાસાયણિક તત્વો વિના સંપૂર્ણ ઓર્ગોનિક રીતે બનાવવામાં આવે છે.
ભાવનાબેનના નિવાસસ્થાને રોજિંદા ૧૦૦૦ સાબુ સુધી બનાવવાની ક્ષમતા છે. રોજના લગભગ ૨૦૦ થી૩૦૦ સાબુનું વેચાણ થાય છે એક સાબુ બનાવવા માટે અંદાજિત રૂ.૨૫ જેટલો ખર્ચ આવે છે તેમાં રૂ.૫ જેટલોનફો થાય છે. પરંતુ મોટા પાયે વેચાણ થવાને કારણે તેઓ દર મહિને લાખો રૂપિયાનું વાર્ષિક વળતર મેળવી રહી છે.
શરૂઆતમાં સાબુનું વેચાણ ગામ અને આસપાસના વિસ્તારમાં જ થતું હતું. પરંતુ આજે ભાવનાબેનના સાબુ અમરેલી, સૌરાષ્ટ્ર સુરત, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના મોટા શહેરોમાં વેચાય છે. ગુજરાત બહારના રાજ્યમાં પણ આ સાબુની માંગ છે સાબુનું વેચાણ નેપાળની બોર્ડર અને સીતાપુર સુધી થાય છે.
તેમને મોટા ભાગના ઓર્ડર ઓનલાઈન માધ્યમો દ્વારા મળે છે. ગ્રાહક પાસેથી ઓર્ડર મળ્યા બાદ સાબુને ખાસ રીતે પેકિંગ કરી કુરિયર મારફતે મોકલવામાં આવે છે.
આ રીતે ગામના નાનકડા ઘરમાં બેઠા તેમણે પોતાનું ઉત્પાદન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોચાડ્યું છે.