Western Times News

Gujarati News

સિંધુભવન રોડ સ્થિત કંપનીના CEOનું રૂ.૧.ર૦ કરોડની લેતી દેતીમાં અપહરણ

AI Image

(એજન્સી)અમદાવાદ, શહેરના સિંધુભવન રોડ સ્થિત ખાનગી કંપનીમાં રૂ.૧.ર૦ કરોડનું રોકાણ કરનારાઓએ કંપની પાસે પોતાની રૂપિયા પાછા માગ્યા પરંતુ કંપનીએ ઈનકાર કરતા ૪ શખ્સોએ કંપનીના સીઈઓને વસ્ત્રાલ નિરાંત ચોકડી નજીક મળવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરીને એક દિવસ ગોધી રાખી અર્ધનગ્ન કરીને માર મારીને છોડી મુકયો હતો. આ અંગે ખાનગી કંપનીના સીઈઓએ પ લોકો વિરૂધ્ધ ફરીયાદ નોધાવી છે.

મુળ બિહારના વતની અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા ગૌરવ સૌર્ય ઉ.વ.૩૮ રહે. બોડકદેવ સિંધુ ભવનરોડ પર ખાનગી કંપનીમાં સીઈઓ છે. તેમની કંપનીમાં રોકાણની જરૂરીયાત હતી. તેથી કંપનીમાં કામ કરતા તેમના મીત્રે વસ્ત્રાલમાં રહેતા તેના ઓળખીતા ગૌરવ ચૌહાણને રોકાણ અંગે વાતચીત કરી હતી.એક વર્ષ અગાઉ કંપનીના સીઈઓ અને રામોલમાં રહેતા ગૌરવ ચૌહાણ વચ્ચે મુલાકાત થઈ હતી.

ગૌરવ ચૌહાણે ૧.ર૦ કરોડનું કંપનીમાં રોકાણ કર્યું હતું. અને ૧પ ટકા નફાની ભાગીદારી માગી હતી. જોકે કંપની અને રોકાણકાર વચ્ચે ભાગીદારી અંગેના કોઈપણ ડોકયુમેન્ટ કે લખાણ કરવામાં આવ્યા નહોતા. ત્યારબાદ ગૌરવ ચૌહાણે કંપનીના સીઈઓ ગૌરવ સૌર્ય પાસે પોતે રોકેલા નાણા પાછા માગ્યા હતા.

બીજી તરફ ગૌરવ ચૌહાણે રોકેલા ૧.ર૦ ગૌરવ સૌર્ય કંપનીના જુદાજુદા પ્રોજેકટ માટે રોકી દીધા હતા તેથી હાલ રૂપિયા મળી શકે તેમ નથી જણાવતા ગૌરવ ચૌહાણ તેને મારી નાખવાની ધમકી આપતો રહેતો હતો. આ દરમ્યાન વધુ દબાણ કરતા ગૌરવ સૌર્ય ગઈ ૧૩ જુલાઈએ ગરૌવ ચૌહાણને ઓફીસે બોલાવીને રૂ.ર૦ લાખ રોકડા પાછા આપી દીધા હતા.

અને બાકીના રૂપિયા અંગેના કોરા ચેક પણ આપ્યા હતા. જોકે ગૌરવ ચૌહાણ ૩ સપ્ટેમ્બરે સાંજે ૪ ના સુમારે ગૌરવને વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે મળવા બોલાવ્યો અને કારમાં બેસીને વાતચીત કરવાનું કહી અપહરણ કર્યું હતું. તે પછી ગૌરવ ચૌહાણે ફોન કરતા એકિટવા લઈને બે શખ્સો આવ્યા

અને ગૌરવને બળજબરીથી એકિટવા પર બેસાડી એક ઓફીસમાં લઈ ગયા હતા. ત્યાં ગૌરવ સૌર્યને અર્ધનગ્ન કરીને ગૌરવ ચૌહાણ અને તેની સાથેના અભી નામના શખ્સ સહીત અજાણ્યા બે લોકોએ પ્લાસ્ટીકની ડંડાથી થાપા, બરડા પર ફટકા મારીને અધમુવો કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.