મુનીર અમેરીકાને દુર્લભ ખજાનો વેચી આવ્યો- જેમાં તાંબુ, સોનું, ટંગસ્ટન અને રેર અર્થ એલીમેન્ટસ

પાકિસ્તાને બલૂચિસ્તાન વેચી માર્યુંઃ દુર્લભ ખજાનો ચીન બાદ અમેરિકાને ગીરવે મુકયો
(એજન્સી)ઈસ્લામાબાદ, પહેલેથી ખસ્તાહાલ પાકિસ્તાન હાલ તેનો રહયો સહ્યો ખજાનો વેચવામાં લાગ્યું છે. કે તાજેતરમાં પાકિસ્તાનને અમેરીકાની એક મેટલ કંપની સાથે પ૦ કરોડ ડોલરના રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ બલુચિસ્તાન સહીત દેશના મહત્વપુર્ણ્ ખનીજ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. અધિકારીઓને તેને દ્રિપક્ષી આર્થિક સંબંધો માટે સીમાચીહ્નરૂપ ગણાવ્યો છે.
જોકે પાકિસ્તાને આ કરારના નામે પોતાનો દુર્લભ ખજાનો ગીરવી મુકી દીધો છે. પાકિસ્તાન અગાઉ પણ ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોર સીપીઈસીના નામે બલુચિસ્તાન ડ્રેગનને સોપી દીધું હતું. જેનો સમગ્ર બલુચિસ્તાનમાં સખત વિરોધ થતો આવ્યો છે. હવે અમેરીકા સાથે કરારનો પણ બલુચિસ્તાનના લોકો વિરોધ કરી રહયા છે.
અમેરીકાના મિસૌરીમાં હેડકવાર્ટર ધરાવતી યુએસ સ્ટ્રેટેજીક મેટલ્સ યુએસએસએમ કંપનીએ ગયા સોમવારે પાકિસ્તાન ફન્ટીયર વર્કસ ઓગેનાઈઝેશન એફડબલ્યુઓ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. જે અંતર્ગત પાકિસ્તાનમાં મહત્વપુર્ણ ખનીજોનું સૌથી મોટું ખનન સેન્ટર પોલીમેટાલીક રીફાઈનરી અને સંયુકત ખનન પ્રોજેકટસ શરૂ થશે.
પાકિસ્તાનને ચાલુ વર્ષથી સંયેકત ખનન પ્રોજેકટસમાં શરૂ થશે. પાકિસ્તાને ચાલુ વર્ષની શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેની પાસે અબજો ડોલરનો ખનીજ ભંડાર છે. તેના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે અગાઉ આ ભંડારને રેર અર્થનો ખજાનો ગણાવી રહયું છે. પાકિસ્તાનનું દેવું ઘટાડવા અને દેશને સમૃદ્ધ કરવામાં મદદરૂપ થશે.
એવું મનાય છે. કે મુનીર એમરીકન આકર્ષવા જ ઓગષ્ટની શરૂઆતમાં અમેરીકા ગયો હતો અને દુર્લભ ખજાનો પહેલાં જ વેચી આવ્યો હતો. જેના પર હવે કરાર થયો છે. નવી ભાગીદારી પાકિસ્તાનમાં સરળતાથી ઉપલબ્ધ ખનીજોની નિકાસ સાથે તત્કાળ શરૂ થશે. જેમાં એન્ટિમની તાંબુ, સોનું, ટંગસ્ટન અને રેર અર્થ એલીમેન્ટસ સામેલ છે.